વ્યવસાય

SBI આપી રહી છે શાનદાર ઑફર, આ રીતે સસ્તામાં ખરીદો ઘર, પ્લોટ કે દુકાન

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ગ્રાહકો માટે એક શાનદાર ઓફર લઈને આવી છે. જો તમે પણ ઘર, દુકાન અથવા પ્લોટ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ શાનદાર તક છે. SBI દ્વારા સસ્તામાં મોંઘી મિલકતો ખરીદવાની તક આપવામાં આવી રહી છે. વાસ્તવમાં, બેંક ગિરવે મુકેલી મિલકતોની હરાજી કરી રહ્યું છે. SBI દ્વારા 25 ઓક્ટોબરના રોજ કોમર્શિયલ અને રહેણાંક બંને પ્રકારની મિલકતો માટે ઓનલાઇન હરાજીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમાં તમે પણ ભાગ લઈને શાનદાર ઓફરનો લાભ ઉઠાવી શકો છો.

અમે તમામ વિગતો શામેલ કરીએ છીએ અને તમને જણાવીએ છીએ કે, આ ફ્રીહોલ્ડ અથવા લીઝહોલ્ડ છે. હરાજી માટે જાહેર કરવામાં આવેલી જાહેર સૂચનામાં અન્ય વિગતો સાથે તેનું માપ, સ્થાન વગેરે પણ જાહેર કરવામાં આવ્યું છે. એસબીઆઈના જણાવ્યા મુજબ, બેંકની પાસે ગિરવે મુકાયેલી મિલકતોની હરાજી કોર્ટની પરવાનગી બાદ કરવામાં આવી રહી છે. કોર્ટના આદેશોને જોડતી વખતે અમે પારદર્શી છીએ. અમે હરાજીના સહભાગીઓને તમામ પ્રકારની માહિતી રજૂ કરીએ છીએ.

બેંક, લોકોને લોન આપવા માટે, બેંકમાં ગેરેંટી તરીકે તેમની રહેણાંક સંપતિ અથવા વ્યવસાયિક સંપતિ વગેરેને ગિરવે રાખતી હોય છે. જો ઉધાર લેનાર લોન ભરપાઈ કરવામાં અસમર્થ હોય, તો બેંક તેની રિકવરી માટે તેની ગિરવે મુકેલી મિલકતોની હરાજી કરે છે. બેંકની સંબંધિત શાખાઓ અખબારો અને અન્ય માધ્યમો દ્વારા જાહેરાતો પ્રકાશિત કરે છે. આ જાહેરાતમાં મિલકતોની હરાજીથી જોડાયેલ જાણકારીઓ આપવામાં આવે છે.

જો તમે એસબીઆઈ દ્વારા આયોજિત ઈ-હરાજીમાં ભાગ લેવા માંગો છો તો નોટીસમાં આપેલ સંબંધિત સંપતિ માટે ઈએમડી સબમિટ કરાવવી પડશે. સંબંધિત બેંક બ્રાંચમાં ‘KYC ડોક્યુમેન્ટ્સ’ દેખાડવું આવશ્યક છે. હરાજીમાં સામેલ થનાર વ્યક્તિની પાસે ડીઝીટલ સિગ્નેચર હોવી જોઈએ. જો ના હોય તો તેના માટે ઈ-હરાજી કરનાર અથવા અન્ય કોઈ અધિકૃત એજન્સીનો સંપર્ક કરી શકાય છે. સંબંધિત બેંક શાખામાં ‘KYC ડોક્યુમેન્ટ્સ’ દેખાડવું પડશે. હરાજીમાં સામેલ થનાર વ્યક્તિની પાસે ડીઝીટલ સિગ્નેચર હોવા જરૂરી છે. તેના માટે ઈ-હરાજીકર્તા અથવા કોઈ અન્ય અધિકૃત એજન્સીથી સંપર્ક કરી તમે તેને બનાવી શકો છો.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago