Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

દીકરી એ કરી લીધી આત્મહત્યા, વીજવિભાગ સાથે સંકળાયેલું આ કારણ જાણી ને તમે ચોંકી જાશો

કોતવાલી નગરના મહોલ્લા રેવાડીમાં રહેતી રજની નામ ની યુવતી ની લાશ બુધવારે સાંજે રૂમમાં લટકતી મળી હતી. પોલીસને જાણ થતાં પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાઈ હતી. મોડી રાત્રે ઘરનાં લોકોએ કપડાં હટાવ્યા ત્યારે તેમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે તેના પિતા પર કરવામાં આવેલો વીજ ચોરી નો કેસ ખોટો છે. વીજ વિભાગ વાળા તેમની પાસેથી પૈસા માંગે છે. વીજ વિભાગ ના કર્મચારીઓ દ્વારા તેના પિતા ને જેલમાં મોકલવાની ધમકી આપવામાં આવી હતી. તેના પપ્પા ખૂબ પરેશાન છે. પાપા-મમ્મી માફ કરશો. રાજકુમાર ભૈયા, તન્નુ કોઈ રડતી નહી… ઠીક છે. મારા પપ્પાને કાંઈ ન કહેતા.

ગુરુવારે સવારે પરિવાર સુસાઇડ નોટ લઇને કોતવાલી નગર પહોંચ્યો હતો. એએસપી ઓ.પી.સિંઘ, એડીએમ એડમિનિસ્ટ્રેશન વિવેક મિશ્રાએ એસએચઓ નાગર સુભાષ બાબુ કથીરિયાને મળી અને કેસ અંગે ફરિયાદ કરી હતી. ફેમિલી વિજિલન્સ વીજળી વિભાગ સામે રિપોર્ટ નોંધાવવા મક્કમ હતી. આ કેસમાં પિતાએ વિજિલન્સ અને વીજ વિભાગ સામે અહેવાલ આપ્યો હતો કે બુધવારે તે શાકભાજી લેવા ગયો હતો. પુત્રી રજની, પત્ની ઘરે એકલા હતાં. તે દરમિયાન વિજિલન્સ, વીજળી વિભાગની ટીમે આવીને તેના પિતાને જેલ માં મોકલી દેવાની ધમકી આપી. ત્યારબાદ પુત્રીએ આપઘાત કરી લીધો હતો.

રજની એ સુસાઇડ નોટમાં નીચે લખ્યું કે, અરુણ સુનાર ભૈયા અને તેના કાકાએ કંઈ કર્યું નથી. અને જે લોકો રાત્રે મારા ઘરે હતા એને પણ હું છોડીશ નહી. પપા વીજળી વિભાગ માં જાય તો કોઈ તેની પાસે 3 હજાર તો કોઈ પચ્ચીસ હજાર રૂપિયા માંગે છે. મારા પાપ વિરુધ્ધ ખોટી એફઆઇઆર કરવામાં આવી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે પીડિત પરિવાર ખૂબ નબળો છે. પિતા લારી ચલાવે છે અને મૃતકના એક ભાઈએ ઇ-રિક્ષા ચલાવે છે.

જાણો, આ બાબતે એન્ટિ પાવર થેપ્ટ સેલ ના અધિકારી રાકેશ યાદવ નું શું કહેવું છે ?

5 એપ્રિલે ચેકીંગ દરમિયાન છોટાલાલ નિવાસી મહોલ્લા રેવારી વીજ ચોરી કરતા મળી આવ્યો હતો. આનો એક વીડિયો પણ છે. આ કેસમાં વીજ ચોરીના કેસમાં રિપોર્ટ દાખલ કરાયો હતો. બુધવારે ઇન્સ્પેક્ટર દિનેશબાબુ માહિતી આપવા ગયા હતા. પરિવારના સભ્યો એ અમારા ઉપર જે પણ આક્ષેપો કર્યા છે તે એકદમ ખોટું છે. આપઘાત માટેનું બીજું કોઈ કારણ હશે.

[quads id=1]

Related Articles

Back to top button