પૈસાની જરૂર દરેક વ્યક્તિ ને હોય છે. આપણી મૂળભૂત જરૂરિયાતોથી લઈને આપણાં વૈભવ સુધીની દરેક વસ્તુ પૈસાથી ખરીદી શકાય છે. બાળકોના શિક્ષણથી માંડીને માતાપિતાની સારવાર અને ખોરાક સુધી,અને આપણાં કપડાં ખરીદવા માટે પણ પૈસાની જરૂર પડે છે.
આપણે પૈસા કમાવવા માટે પણ ખૂબ મહેનત કરીએ છીએ, પરંતુ કેટલીક વાર આપણે સફળ થય શકતા નથી. ક્યારેક એવું પણ બને છે કે આપણે પૈસા બરાબર કમાઈએ છીએ, પરંતુ આપણો ખર્ચ એક સરખો જ હોય છે અને આપણી પાસે પૈસા બચતા નથી.
એવામાં અમે તમને અમુક વાતો વિશે જણાવી રહ્યા છીએ. જેમાંથી એક વસ્તુ તમારા પર્સમાં હશે તો માતા લક્ષ્મીની કૃપા તમારી પર હમેશાં રહેશે અને તમે ધનવાન બની જશો. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે પર્સમાં માતા લક્ષ્મીની બેસવાની મુદ્રાની તસવીર રાખવાથી તમારા પર્સમાં ક્યારેય પૈસાની અછત થશે નહીં.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ પીપળ ના પાનને કોઈ પણ શુભ સમય જોઈને તમારા પર્સમાં મૂકી રાખવું જોઈએ. આમ કરવાથી જીવનમાં કંગાળ પરિસ્થિતિ નો સામનો કરવો પડશે નહિ. એવું માનવામાં આવે છે કે તમારે તમારી ઇચ્છા લાલ કાગળ પર લખવી જોઈએ અને તેને લાલ રેશમી દોરાથી ગાંઠ બાંધવી જોઈએ અને તેને પર્સમાં રાખવી જોઈએ.
આમ કરવાથી લાલ કાગળમાં લખેલી ઇચ્છા ઝડપથી પૂરી થાય છે. હિન્દુ ધર્મમાં ચોખાના દાણાનું વિશેષ મહત્વ છે. માન્યતા મુજબ જો તમે તમારા પર્સમાં એક ચપટી જેટલા ચોખાના દાણા રાખશો તો તમારા પર્સ માંથી થતાં બિનજરૂરી ખર્ચ માં ઘટાડો થતો જોવા મળશે.
જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમારા માતા-પિતા કે વૃદ્ધ વ્યક્તિના આશીર્વાદથી જે પૈસા તમને મળે છે તેના પર કેસર અને હળદરનું તિલક લગાવી તે પૈસા ને તમારા પર્સમાં રાખવા જોઈએ. આમ કરવાથી વૃદ્ધોના આશીર્વાદથી તમારું પર્સ ક્યારેય ખાલી નહીં થાય.
પર્સમાં પૈસાની સાથે ગોમતી ચક્ર રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેથી તે તમારું પર્સ ક્યારેય ખાલી થવા દેશે નહી. માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે તમે ગોમતી ચક્ર અને ચાંદીનો સિક્કો પણ તમારા પર્સમાં રાખી શકો છો. આ વસ્તુઓ ને પર્સમાં મૂકતા પહેલા માતા લક્ષ્મીના ચરણોમાં થોડી વાર રાખો. આમ કરવાથી તમારા જીવન માં ક્યારેય પણ પૈસા ની અછત થશે નહિ.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…