જાણી લ્યો વરસાદની ઋતુમાં મોજ કરવી દે એવા સ્વાદિષ્ટ પનીર પકોડા બનવાની એકદમ સહેલી અને સરળ રીત

વરસાદની ઋતુમાં દરેક લોકોને અવનવું ખાવાનું મન થાય છે તેમ પહેલા તો ગરમ ગરમ ભજીયા અને પકોડા આ બે એવી વાનગી છે જે કોઈ પણ ઋતુમાં ખાવાની મજા આવે છે સ્પેશીયલ ચોમાસામાં ગરમા ગરમ મસાલેદાર પનીરના પકોડા એ પણ સરળ રીતે ઘરે જ બનાવો તો રાહ કોની જુઓ છો નોંધી લો આ રેસીપી.
પનીર બનાવવા માટે સામગ્રી:– 350 ગ્રામ પનીર, 200 ગ્રામ બેસનની નાની વાડકી, અડધી ચમચી-લાલ મરચું, ધાણા જીરું,ચાટ મસાલો ટેસ્ટ મુજબ, મીઠું સ્વાદુનાર, તળવા માટે તેલ.
સૌ પ્રથમ બેસનને એક વાસણમાં કાઢી તેમાં બધા જ મસાલાની સામગ્રી નાંખી હલાવો થોડુંક તેલ અને માપસર પાણી નાંખી ઘટ્ટ થાય ત્યાં સુધી ફીણી લો. અડધા કલાક સુધી આમ જ રહેવા દો. ત્યાર બાદ પનીરના 1-1 ઇંચ જેટલા સરખા જાડા પ્રમાણમાં ટુકડા કરી લો.
ટુકડાને વચ્ચેથી કાપીને બે ભાગ કરી લો. પછી દરેક ટુકડામાં વચ્ચે થોડોક (સ્વાદાનુસાર ચાટ) મસાલો લગાવીને પ્લેટમાં મૂકો. ત્યારબાદ એક કઢાઈમાં તેલ નાખી ગેસ ગરમ કરવા મૂકી દો.પકોડા તળવા માટે તેલ નાંખી દો. હવે બાજુમાં મુકેલ બેસનનુ ખીણા વાળું બાઉલમાં ચમચી મદદથી પનીરને તેમાં નાંખી બંને બાજુથી કવર કરી ધીમેથી કઢાઈમાં નાંખો. હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આગળ પાછળ કરીને તળો ત્યાર બાદ કઢાઈથી કાઢી ને પ્લેટમાં મૂકો. આ રીતે બધા જ પકોડા તળી લો.