Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
લાઈફસ્ટાઈલ

પહેલી વખત ગીત ગાવાના મળ્યા હતા 50 રૂપિયા અને આજે એક ડાયરા માટે ચાર્જ કરે છે આટલી બધી ફી, જાણો અલ્પા પટેલની વૈભવી લાઇફસ્ટાઇલ વિશે…

ગુજરાત રાજ્યમાં હવે ધીમે ધીમે લોકો જૂની સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે. જેમાં લોકો પહેલાની જેમ જ ડાયરા, ગીતો અને કથાઓ માં થોડોક રસ દાખવે છે. જ્યારે પણ કોઈ જગ્યાએ ડાયરાનો પ્રોગ્રામ.હોય તો લોકો ઠેર ઠેરથી જોવા પહોંચે છે. આ તેની ઉત્તમ સાબિતી છે. કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર જેવા કલાકારો ડાયરા ના કિંગ તરીકે ઓળખાય છે. જોકે આવા જ એક કલાકાર અલ્પા પટેલ છે. જેમણે થોડાક જ વર્ષોમાં પોતાની ખ્યાતિ ગુજરાતથી લઈને દેશ વિદેશ સુધી ફેલાઈ છે.

અલ્પા પટેલ હાલમાં ભલે આલિશાન જિંદગી જીવતા હોય પંરતુ તેઓનું શરૂઆતી જીવન એકદમ જટિલ સમસ્યાઓ માંથી પસાર થયું છે. અલ્પા પટેલે 1 વર્ષની ઉંમરે પોતાના પિતાને ખોઈ દીધા હતા, જેના પછી તેમને ઘણી મહેનત કરવી પડી હતી. તેમના માતા અને ભાઈએ અલ્પાને આગળ વધારવા માટે દિવસ રાત એક કર્યા છે. અલ્પા પટેલ શરૂઆતમાં ફક્ત 50 રૂપિયામાં ડાયરો કે ગીતો ગાતી હતી પંરતુ આજે તેણીની ફિમાં ઘણો વધતી થયો છે. આજે તેણીની એક ડાયરો કરવા માટે આશરે 1.25 લાખ જેટલી ફી ચાર્જ કરે છે.

અલ્પા પટેલનો જન્મ વર્ષ 1989માં અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં મુંજીયાસર ગામમાં થયો હતો. તેઓ અહીં સંઘર્ષમય જીવન જીવતા હતા અને અચાનક જ્યારે તેણીની એક વર્ષની હતી ત્યારે તેના પિતાનું મૃત્યુ હતું

ત્યારબાદ તેમના ભાઈ અને માતાએ દિવસ રાત મહેનત કરવા લાગ્યા હતા. તેમની માતા મધુબેન અને ભાઈ મહેન્દ્ર મજૂરી કામ કરતા હતા. જેના લીધે તેઓ ઘરનો ખર્ચ ચલાવી શકે. જોકે અલ્પાનો અભ્યાસ તેના મામાના ઘરે જૂનાગઢમાં થયો છે. તેણીની 12 ધોરણ સુધી ત્યાં અલગ અલગ શાળામાં અભ્યાસ કરી ચૂકી હતી.

પિતાના નિધન બાદ અલ્પા પટેલને નાની ઉંમરે ગાવા જવું પડ્યું હતું. તેણીની કહે છે કે તેના મામા સુરતમાં રહેતા હતા. જેમની સાથે તે એક દિવસ સ્ટેજ શો જોવા પહોંચી હતી. અહીં તેઓને ગાવાની તક મળી હતી. જેના માટે તેને 50 રૂપિયામાં આપવામાં આવ્યા હતા.

અલ્પા પટેલ શરૂઆતમાં બે પાળીમાં કામ કરતા હતા. એટલે કે તેઓ સવારે લગન ગીત ગાતાં હતાં અને રાતે ડાયરા દ્વારા લોકોનું મનોરંજન કરતા હતા. જોકે તેમનો સ્વર અને લહેકો એકદમ કર્ણપ્રિય છે, જેના કારણે લોકો તેમને સાંભળવી ગમે છે.

તમને જણાવી દઈએ કે અલ્પા પટેલ અધ્યાત્મ બાબતે ઘણો વિશ્વાસ કરે છે. આજ કારણ છે કે તેઓ અવારનવાર સોમનાથ મહાદેવ ની મુલાકાત લે છે. તમને જણાવી દઈએ કે અલ્પા પટેલને ઘણા રાષ્ટ્રીય એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં મહિલા પ્રતિભાશાળી ગૌરવ પુરસ્કાર શામેલ છે.

શરૂઆતમાં ફક્ત 50 રૂપિયા ચાર્જ કરતી અલ્પા પટેલ આજે એક સ્ટેજ પ્રોગ્રામ કરવા માટે અંદાજિત 1 લાખથી 1.25 લાખ સુધી ચાર્જ કરે છે. જે તેના આકર્ષક દેખાવ અને સ્વરને કારણે આજે દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે.

[quads id=1]

Related Articles

Back to top button