Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જ્યોતિષ

પગના આકાર પરથી જાણો વ્યક્તિનું નેતૃત્વ અને સ્વભાવ, તમારા પગનો આકાર છે આમાંથી કોઈ?

શું ક્યારેય વિચાર્યું છે કે પગના આકારથી વ્યક્તિનો સ્વભાવ અને વર્તનની માહિતી મળી શકે છે તો, હા હસ્તરેખાના શાસ્ત્રમાં જેમ હાથની રેખાની રચનાનું મહત્વ હોય છે તેમ પગના આકારની રચનાથી પણ વ્યક્તિના સ્વભાવ અને વર્તનની જાણકારી પ્રાપ્ત થાય છે.

હાથની રેખાઓ (હસ્તરેખા) અને રચનાની જેમ, પગની રચના અને આંગળીઓ પણ વ્યક્તિના સ્વભાવ અને ભાવિ વિશે ઘણું પ્રગટ કરે છે. સમુદ્ર શાસ્ત્રમાં આની વિગતવાર સમજૂતી કરવામાં આવી છે. હસ્તરેખાશાસ્ત્ર દ્વારા મોટાભાગનાં લોકો લીટીઓ, આકારો, ગુણ વગેરેમાંથી વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય વિશેની માહિતી મેળવતા રહે છે.

પરંતુ થોડાક લોકો જાણે છે કે હાથની જેમ, પગના આકારથી પણ વ્યક્તિ વિશે ઘણી બધી વાતો જાણી શકે છે. આજે આપણે જાણીશું કે પગનો આકાર શું સૂચવે છે. વ્યક્તિના પગના આકાર દ્વારા સ્વભાવ અને તે વ્યક્તિ કેવો હશે. પહોળા પગવાળા લોકો ખૂબ જ મહેનતુ હોય છે અને તેઓ પોતાનો સમયનો એક મિનિટ પણ બગાડવાનું પસંદ કરતા નથી.

આવા લોકો પોતે પણ કર્મમાં વિશ્વાસ કરે છે અને સાથે બીજાને પણ કર્મ કરવા માટે પ્રેરે છે, ફક્ત તે પોતાની રીતે કાર્ય કરતાં રહે છે તે ફક્ત એવા લોકોને જ બોલે છે જેઓ બસ દેખાવી કરે તેને નફરત કરે છે. મધ્યમ પગ ધરાવનાર લોકો કે જે જેમના પગના અંગૂઠા સૌથી મોટા હોય છે અને તે પછી તે પછીની બધી આંગળીઓની લંબાઈ ધીમે ધીમે ઓછી હોય છે.

આવા લોકો સામાજિક જીવન જીવનર હોય છે અને મુસાફરીના શોખીન હોય છે. આ લોકો સરેરાશ જીવન જીવે છે. મોટાભાગના લોકોના પગ આ આકાર જેવા છે. નાના પગવાળા ધરાવનાર લોકો હંમેશા પોતાની તરફ આકર્ષિત કરનાર હોય છે. આ લોકો ફક્ત શ્રેષ્ઠ અને સુંદર વસ્તુઓ લેવાનું પસંદ કરે છે અને તે પોતાના કાર્ય પણ એ રીતે કરે છે.જે હોય એ મોંહ પર કહી દે છે તેઓ ક્યારેય મનમાં વાત દબાવી નહિ રાખતા જે હોય એ બધુ જણાવી દે છે.

આવા વ્યક્તિ લાગણીશીલ હોય છે.અંગૂઠો અને 2 આંગળીઓ લંબાઈ સમાન ધરાવનાર લોકો કે જેની પાસે અંગૂઠાની સમાન લંબાઈ હોય અને તે પછીની બે આંગળીઓ, તે પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. મોટેભાગે આવા લોકો સારા વક્તા અને મોટા ઉદ્યોગપતિ હોય છે.આવા વ્યક્તિ બીજા ઉપર પોતાનું પ્રભુતત્વ સહેલાઈથી મેળવી લે છે.

પગ અને પગની ઘૂંટી વચ્ચે તિરાડ હોય આવા લોકો હંમેશા અનિર્ણયની સ્થિતિમાં રહે છે. આ લોકો તેમના જીવનમાં કઇ દિશામાં આગળ વધવું જોઈએ તે ક્યારેય નક્કી કરી શકતા નથી અને આસપાસના લોકોને પણ મુજવર્ણમાં મૂકે છે. ક્યારેય કોઈ બાબત પર યોગ્ય નિર્ણય નથી લઈ શકતા.

આંગળીઓ કરતા નાના અંગૂઠા આવા લોકોના અંગૂઠા બાકીની આંગળીઓ કરતા ટૂંકા હોય છે, તેઓ વિશ્વાસપાત્ર નથી. એવું નથી પણ આ અંગૂઠો આંગળીઓથી દૂર હોવાથી તે લોકોથી અંતર રાખવાનું કહે છે કે વ્યક્તિ તે જેવો દેખાય છે તેવો ક્યારેય હોતો નથી.

પગની પ્રથમ આંગળીનું વિસ્તરણ વાળા આવા લોકો જેમની પગની પ્રથમ આંગળી અંગૂઠો અને બાકીની આંગળીઓ કરતા મોટી હોય છે, આવા લોકો જીવનમાં ખૂબ સફળ હોય છે. તેમની દ્રષ્ટિ મોટી અને સ્પષ્ટ હોય છે. મોટે ભાગે તેઓ એક સારા નેતાઓ અને વક્તા હોય છે. તેમનું જીવન પ્રેરણાદાયક છે.

[quads id=1]

Related Articles

Back to top button