ગુજરાત

હવે ગ્રાહકોને રડાવશે દૂધની મોંઘવારી, અમૂલે વધાર્યો ભાવ, જાણો ક્યારથી થશે લાગુ

હવે ગ્રાહકોને રડાવશે દૂધની મોંઘવારી, અમૂલે વધાર્યો ભાવ, જાણો ક્યારથી થશે લાગુ

મોંઘવારી વધવાના કારણે દૂધમાં પણ ઉછાળો આવ્યો છે. હવે ગ્રાહકોએ ઉંચા ભાવે અમૂલ દૂધ ખરીદવું પડશે. દેશની સૌથી મોટી ડેરી બ્રાન્ડ અમૂલે તેના દૂધની કિંમતમાં વધારો કરવાની (Amul Milk Price Hike) જાહેરાત કરી છે. કંપનીએ તેના દ્વારા વેચાતા દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે. અમૂલે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે. દૂધના વધેલા ભાવ મંગળવાર, 1 માર્ચથી લાગુ થશે. હવે ગ્રાહકોએ અડધા લિટર અમૂલ ગોલ્ડ માટે 30 રૂપિયા, અમૂલ તાઝા માટે 24 રૂપિયા અને અમૂલ શક્તિ માટે 27 રૂપિયા ચૂકવવા પડશે.

અમૂલે તમામ દૂધ ઉત્પાદનો અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ અને અમૂલ તાઝાના ભાવમાં વધારો કર્યો છે. વધેલી કિંમતો સમગ્ર દેશમાં લાગુ થશે. તેનાથી ગૃહિણીઓનું કિચન બજેટ વધશે. કંપનીએ તેની રજૂઆતમાં જણાવ્યું હતું કે દૂધના ભાવમાં વધારો ઉર્જા, પેકેજિંગ, પરિવહન અને પશુ આહારના ભાવમાં વધારાને કારણે થયો છે. વધેલી કિંમતો 1 માર્ચ, 2022થી લાગુ થશે.

બે વર્ષથી કિંમતમાં વધારો કરી રહી છે કંપની

અમૂલે છેલ્લા બે વર્ષથી દર વર્ષે દૂધના ભાવમાં ચાર ટકાનો વધારો કર્યો છે. અમૂલ બ્રાન્ડનું સંચાલન કરતા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને એક વર્ષ પૂર્ણ થાય તે પહેલા જ દૂધના ભાવમાં આ વધારો કર્યો છે. કંપનીએ લગભગ 7 મહિના અને 27 દિવસ પછી કિંમતોમાં વધારો કર્યો છે. જયારે, અમૂલે ખેડૂતો પાસેથી દૂધની કિંમતમાં 35 થી 40 રૂપિયા પ્રતિ કિલો ફેટનો વધારો કર્યો છે. જે ગત વર્ષની સરખામણીએ પાંચ ટકા વધુ છે. કંપનીના જણાવ્યા અનુસાર, ખેડૂતોને અમૂલ દૂધની ખરીદી પર ચૂકવવામાં આવતા દરેક રૂપિયામાંથી લગભગ 80 પૈસા મળે છે.

આ રહ્યા નવા ભાવ

કંપની દ્વારા જારી કરાયેલા જાહેરાત અનુસાર, અમૂલ ગોલ્ડની કિંમત 500 મિલી દીઠ રૂ. 30, અમૂલ તાઝાની કિંમત 500 મિલી દીઠ રૂ. 24 અને અમૂલ શક્તિ ગુજરાતના અમદાવાદ અને સૌરાષ્ટ્રના બજારોમાં રૂ. 27 પ્રતિ 500 મિલી હશે. .

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago