ટેક્નોલોજી

સૌથી સસ્તો નોકીયા 4G ભારતમાં થયો લોન્ચ, કિંમત છે માત્ર આટલી…

ભારતમાં નોકિયા લોન્ચ કરશે 4જી ચાહકો માટે નવું મોડેલ 110 જે ભારતીય બજારમાં બ્રાન્ડ લાઇસન્સધારક માટે એચએમડી ગ્લોબલમાં નવું જ ફિચર ફોન છે જેમાં ફોનમાં ગ્રાહકોને 4જી કનેક્ટિવિટી, એચડી વોઈસ કોલિંગ, વાયર્ડ અને વાયરલેસ એફએમ રેડિયો અને 13 દિવસ સુધીનો સ્ટેન્ડબાય સમય મળશે.આ ફોનની શરૂઆત જૂન મહિનામાં થઈ હતી. આ અઠવાડિયામાં માર્કેટમાં આવશે.

આ નોકિયાના આ ફોનની 4જીની કિંમત 2,799 રૂપિયા રાખવામાં આવી છે. તે ત્રણ કલરમાં જોવા મળશે, યલો ,એક્વા અને બ્લેકમાં. ફોનનું વેચાણ ઓનલાઈન શરૂ થયેલ છે જેમાં એમેઝોન પર બુકીંગ સુવિધાઓ ઉપલબ્ધ છે.

નોકિયાના આ ફોનમાં ફીચર 4જી કનેક્ટિવિટી અને એચડી વોઈસ કોલિંગ સપોર્ટ છે. તેમાં 1.8 ઇંચની ક્યૂવીજીએ (120×160 પિક્સેલ્સ) કલર ડિસ્પ્લે છે.તેમાં યુનિસોક ટી 107 પ્રોસેસર છે, જેમાં 128 એમબી રેમ અને 48 એમબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. આ સિવાય મેમરી પણ 32 જીબી સુધી વધારી શકાય છે. ફોટોગ્રાફી માટે 0.8 એમપી ક્યુવીજીએ કેમેરો પણ આપવામાં આવ્યો છે.જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

કંપનીની માહિતી મુજબ 13 દિવસનો સ્ટેન્ડબાય સમય  16 કલાક મ્યુઝિક પ્લેબેક અને 5 કલાક 4જી ટોકટાઈમ આપશે. તેની બેટરી 1,020mAh છે. જે ફોનના ચાહકો માટે સારી વાત છે ફોનમાં એફ એમ રેડિયો જે વાયર્ડ અને વાયરલેસ પણ સપોર્ટ કરે છે.

[quads id=1]

Related Articles

Back to top button