સ્લો થઇ ગયું છે Netflix? આ ટિપ્સની મદદથી કરો બફરિંગની સમસ્યાને ઠીક
સ્લો થઇ ગયું છે Netflix? આ ટિપ્સની મદદથી કરો બફરિંગની સમસ્યાને ઠીક
નેટફ્લિક્સ (Netflix) પર મૂવી જોવાની ઘણી મજા આવે છે, પરંતુ આ મજા ત્યારે કંટાળા જનક બની જાય છે જ્યારે આ પ્લેટફોર્મ પર વિડિયો અથવા મૂવી અટકી-અટકીને ચાલે છે. બફરિંગ પાછળનું કારણ ખરાબ ઇન્ટરનેટ કનેક્શન અથવા એપનું જૂનું વર્ઝન હોઈ શકે છે. જો તમે પણ નેટફ્લિક્સની ધીમી ગતિથી પરેશાન થઇ ગયા છો, તો અમે તમને આ સમાચારમાં કેટલીક ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ, જે તમારા કામમાં આવશે અને તમને બફરિંગથી છુટકારો મળશે.
ઇન્ટરનેટ કનેક્શન તપાસો:
સ્લો (ધીમા) ઈન્ટરનેટ કનેક્શન એ Netflix પર બફરિંગ થવાનું એક મુખ્ય કારણ છે. જો તમે પણ Netflix પર બફરિંગનો સામનો કરી રહ્યા છો તો સૌથી પહેલા ઇન્ટરનેટ કનેક્શન ચેક કરો. આ માટે તમે Fast.com પર જઈને ઈન્ટરનેટ સ્પીડ ચેક કરી શકો છો. જો સ્પીડ ધીમી હોય તો તમે મોબાઈલ ડેટાને બંધ કરીને ફરીથી ચાલુ કરી શકો છો. ત્યારપછી ઈન્ટરનેટની સ્પીડ બરાબર થઈ જશે.
વેબ બ્રાઉઝરમાં Cache કિલયર કરો:
જો તમે કમ્પ્યુટર અથવા લેપટોપ પર નેટફ્લિક્સનો ઉપયોગ કરો છો અને બફરિંગથી પરેશાન થઇ ગયા છો, તો તમે બ્રાઉઝરમાં કેશ (Cache) કિલયર કરો. આનાથી Netflix ના વીડિયોમાં કોઈ બફરિંગ થશે નહીં અને તમે સરળતાથી આખો વીડિયો જોઈ શકશો.
એપ્લિકેશન ડેટા સાફ કરો:
જો તમે તમારા એન્ડ્રોઇડ ફોન પર નેટફ્લિક્સનો ઉપયોગ કરી રહ્યાં છો અને બફરિંગનો સામનો કરી રહ્યાં છો, તો તમે એપ્લિકેશન ડેટાને સાફ કરીને આ સમસ્યાને ઠીક કરી શકો છો. આ માટે, તમે Netflix એપ પર લૉન્ગ પ્રેસ કરો. આ પછી તમને એપ ઇન્ફોનો વિકલ્પ મળશે. અહીં તમને Clear data નો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો. હવે ડેટા ક્લિયર થઈ જશે અને Netflix પહેલાની જેમ કામ કરશે.
એપ્લિકેશનને ડિલેટ કરીને ફરીથી ઇન્સ્ટોલ કરો:
એપ્લિકેશન ડેટા સાફ કરવાથી પણ કોઈ કામ થતું નથી, તો Netflix ને અનઇન્સ્ટોલ કરીને ફરીથી ઇન્સ્ટોલ કરો. આમ કરવાથી Netflix પહેલાની જેમ કામ કરવા લાગશે અને તમે બફરિંગ વગર વીડિયો અથવા મૂવી જોઈ શકશો.