સ્વાસ્થ્ય

માત્ર 7 દિવસ આના સેવનથી કોલેસ્ટ્રોલ, ચામડીના દરેક રોગ અને પેટની ચરબી થઈ જશે ગાયબ

નિયમિત રીતે નારિયેળ પાણી પીવાથી અનેક ફાયદા થાય છે. જો તમે તમારી સવારની શરૂઆત નારિયેળ પાણીથી કરો છો. તો તમને આખો દિવસ ઉર્જાનો અહેસાસ થાય છે અને તમે ડિહાઇડ્રેશનથી બચી શકો છો. કેટલાક લોકો નારિયેળ પાણીનો ઉપયોગ સૌદર્યને નિખારવા માટે કરી શકે છે.

નારિયેળ પાણીમાં શરીર માટે ફાયદાકારક હોય એવા અનેક તત્વો છે. દરેક નારિયેળમાં 200 મિલીલિટર કે એનાથી થોડું વધારે પાણી હોય છે. આ એક લો કેલરી ડ્રિન્ક પણ છે. નારિયેળ પાણીમાં એન્ટિઓક્સિડન્ટ, એમિનો એસિડ, એન્ઝાઇમ્સ, બી કોમ્પ્લેક્સ વિટામીન તેમજ વિટામીન cના ફાયદા મળે છે.

નારિયેળ પાણી કાર્બોહાઇડ્રેટનો સારો સ્ત્રોત છે. નારિયેળનું પાણી કોલેસ્ટ્રોલ અને ફેટ ફ્રી હોય છે. તે શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે. અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે. જેના કારણે હૃદય સાથે જોડાયેલી બિમારીઓથી ખતરો ઓછો રહે છે.

ઓછી કેલેરી અને પચવામાં સરળ હોવાના કારણે નારિયેળ પાણી વજન ઘટાડવા માટે આદર્શ અને કામ કરનારું પીણું છે. તેમાં બાયોએક્ટિવ એન્જાઇમ્સ હોય છે. જે પાચનશક્તિ માટે ફાયદાકારક છે. ખાસ કરીને મેગ્નેશિયમની અછત હોવાના કારણે માઈગ્રેન થાય છે.

એક્સપર્ટ્સની અનુસાર, નારિયેળ પાણી માઇગ્રેનના દુખાવાને ઓછો કરીને મટાડી દે છે. ગરમીના મોસમમાં ક્યારેક  શરીરમાં પાણીની કમી થઈ જાય છે અને પાણીની કમી હોવાના કારણે ઘણીવાર ચક્કર આવી જાય છે. ગરમીના મોસમમાં એ જરૂરી હોય છે કે તમે પોતાને હાઈડ્રેટ રાખો.

નારિયેળ પાણીના ફાયદાથી શરીરને હાઈડ્રેટ રાખી શકાય છે. નારિયેળ પાણીને પીવાથી શરીરમાં પાણીની કમી નહીં થાય. એવું કહેવામાં આવે છે કે નારિયેળ પાણીના ફાયદાથી તણાવને દૂર કરી શકાઈ છે. ઘણી વખત ફ્રી રેડીકલ્સના કારણે વ્યક્તિને તણાવની સમસ્યા થાય છે

અને નારિયેળ પાણીમાં રહેલી એન્ટિઓક્સિડન્ટ ફ્રી રેડીકલ્સને ખતમ કરવાનું કાર્ય કરે છે અને તેનાથી તમારો તણાવ દૂર થઈ છે. તેનું દરરોજ સેવન કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. સવારે ખાલી પેટ તેનું સેવન કરવું એ સૌથી વધારે ફાયદાકારક રહે છે.

આ સવારની થાકને દૂર કરીને નવી ઊર્જા પ્રદાન કરે છે. જેનાથી તમે પોતાની જાતને દિવસભર સ્ફૂર્તિમય રાખી શકો છો. કોઇપણ વસ્તુનુ સેવન કરતાં પહેલાં પોતાના ડૉક્ટર અથવા નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.  વર્કઆઉટ્સ પછી નાળિયેર પાણી આપણા શરીરને શક્તિ આપે છે અને આપણને તાજગીનો અનુભવ કરે છે.

જો તમે જીમમાં વર્કઆઉટ પછી અથવા દોડીને કે સાયકલ ચલાવ્યા પછી થાક અનુભવતા હોવ, તો નાળિયેર પાણી એક મિનિટમાં ઝડપથી થાકને દૂર કરી શકે છે. સવારે કસરત કર્યા પછી નાળિયેર પાણી ખૂબ ફાયદાકારક છે. નારિયેળ પાણી ત્વચા માટે ઘણી રીતે ફાયદાકારક પણ છે.

તે ચહેરાના પિમ્પલ્સ, કરચલીઓ, ફ્રીકલ્સ અને ડાઘોને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત તેના સેવનથી ત્વચાની ગ્લો પણ વધે છે. કારણ કે તે કુદરતી મોઇશ્ચરાઇઝર છે. ત્વચા સિવાય તે વાળ માટે પણ ફાયદાકારક છે. આની મદદથી ડેંડ્રફની સમસ્યા દૂર થઈ શકે છે.

વજન ઘટાડવા ઉપરાંત, નાળિયેર પાણીનું સેવન કરવાથી બર્નિંગ, અલ્સર, કોલિટીસ, આંતરડાની બળતરા જેવા પેટના રોગોનું જોખમ પણ ઓછું થાય છે. ખાસ કરીને ડાયજેસ્ટ સિસ્ટમ ફિટ રાખવામાં નાળિયેર પાણીની ભૂમિકા મહત્વપૂર્ણ છે. ઉલ્ટી અને ઝાડા નાળિયેર પાણી દરેક માટે ફાયદાકારક છે.

નાળિયેર પાણીનો ઉપયોગ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે પણ થાય છે. નાળિયેર પાણીમાં લીંબુ નાંખીને પીવાથી આ રસ ત્વરિત શક્તિ પ્રદાન કરે છે. તે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સના અભાવને પરિપૂર્ણ કરે છે. તમારી રોગ પ્રતિકારક શક્તિ સો ટકા સારી થઈ જાય છે.

તમે વારંવાર થાકી જાઓ છો અથવા કોઈપણ સામાન્ય કામ કરવાથી પણ તમને વધારે પડતો થાક લાગે, કમજોરીનો અનુભવ થાય છે. તો આ પ્રકારની જે સમસ્યા છે. એ ૧૦૦%  દૂર થઈ જાય છે, માત્ર સાત દિવસ તમારે બે કે ત્રણ નારિયેલ પીવાના છે.

આ સિવાય  એક એવો રોગ છે જે આપણે સામાન્ય રીતે મોટા ભાગના લોકો તેનો અનુભવ કરતા હોય છે. તે રોગ માથાનો દુખાવો છે. હવે માથાનો દુખાવો અમુક સમય માટે હોય તો ચાલે પરંતુ લાંબા સમયે દરરોજનો માથાનો દુખાવો મટાડવા માટે નારિયેળનું પાણી નિયમિત પણે પીવાથી તે ચોક્કસ મટી જાઈ છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago