જોલાછાપ નકલી ડૉક્ટર પાસેથી કોરોના ની સારવાર લેતા એક પરિવાર ના 8 સભ્યો ના મોત, 5 ની હાલત ગંભીર
છત્તીસગઢ ના બિલાસપુર માં એક જ પરિવાર ના 8 લોકો ની મોત થઈ છે અને 5 સભ્યો ની હાલત ગંભીર છે. ઉલ્લેખનીય છે કે કોરોના ના લક્ષણ દેખાતા હોવાને લીધે પરિવારે કોઈક કથિત ડુપ્લીકેટ ડોકટર પાસેથી ચીલાચાલુ હોમિયોપેથીક દવા લીધી હતી. પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી દીધી છે અને સંભવિત બધા દૃષ્ટિકોણ થી તપાસ હાથ ધરી રહી છે.
આ ઘટના બિલાસપુર ક્ષેત્ર ના સિરગિત્તી થાણા ની છે. અહી કોરમી ગામ ના એક પરિવાર ના બધા લોકો એ આલ્કોહોલ યુક્ત હોમિયોપેથીક દવા પીધી હતી. ત્યારબાદ વધારે તબિયત ખરાબ થતાં એક પછી એક એમ આઠ લોકો એ જીવ ગુમાવી દીધી, અને અન્ય પાંચ લોકો ની હાલત લથડી ગઈ છે.
Chhattisgarh | 8 members of a family dead, 5 hospitalized after consuming a homeopathic medicine in Bilaspur, says CMO
"They consumed homeopathic medicine Drosera 30, which contains 91% alcohol mixed with country-made liquor. The doctor is absconding," he adds pic.twitter.com/HuIhnDQqU0
— ANI (@ANI) May 6, 2021
મૃતકો માંથી 4 લોકો ના અંતિમ સંસ્કાર રાતે ને રાતે જ પતાવી દીધા, આથી મામલો થોડોક શંકાસ્પદ લાગી રહ્યો છે. બિલાસપુર ના સીએમઓ એ જણાવ્યું કે હોમિયોપેથીક દવા પીવાના લીધે આવી સ્થિતિ સર્જાઈ છે. અને 5 લોકો હજી હોસ્પિટલ માં દાખલ છે. દવા આપનાર ડોકટર અત્યારે ફરાર થઈ ગયેલ છે.