વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ન્યૂ અલકાપુરીમાં આવેલી નેપ્ચ્યુન ગ્રીનવુડ બંગલોઝમાંથી બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 10 જેટલા યુવકોને લક્ષ્મીપુરા પોલીસે ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા ખાતે મહિલા દિનના પૂર્વે હાઇ પ્રોફાઇલ દારૂની મહેફિલ યોજાઇ હતી. જેમાં 13 યુવતિ અને 10 યુવકોને પકડી પાડ્યા હતા. શહેરના ગ્રીન વુડસ બંગલોઝમા રહેતા રાજ પંજાબીના જન્મદિવસ નિમિતે આ મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહેફિલમાં શાલીન શર્મા, માલવેગ પ્રજાપતિ, વત્સલા શાહ, રોહિન પટેલ, ધ્રુવિલ પરમાર, આદિત્યસિંહ પરમાર, વ્રજ કુમાર શેઠ, મારૂફ કાદરી અને વરૂણ અમીન હાજર હતા.
પોલીસને મળેલ બાતમીના આધારે બંગલામાં રેડ પાડી હતી. આ રેડમાં પાર્ટી કરી રહેલા 13 યુવતીઓ અને 9 નબીરાઓને દારુની મહેફિલ માણતા રંગે હાથે ઝડપી પાડ્યા છે. જો કે, આ પહેલા પણ એક આવી જ હાઈ લેવલ પાર્ટીમાંથી લોકો ઝડપાયા હતા.
આ પાર્ટીમાં હાજર 13 યુવતીઓ મળી આવી હતી. પોલીસને મકાનમાંથી વિદેશી દારૂની 5 બોટલો મળી આવી હતી. જેમાંથી એક બોટલ આખી ભરેલી હતી. જ્યારે એક બોટલ અડધી ભરેલી હતી અને 3 બોટલ ખાલી હતી. આ ઉપરાંત કોલ્ડ્રિંક્સ, 10 મોબાઇલ અને 4 લક્ઝુરીયસ કાર મળીને કુલ 27 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પોલીસે પકડાયેલા યુવક-યુવતીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.
આજની મોર્ડન યુવતિઓ આ પ્રકારે મહેફિલો માણતાં ઝડપાય છે ત્યારે તો આ મહિલાઓ સમાજને શું સંદેશો આપશે. આજના યુવાપેઢી નશા રવાડે ચઢી ગઇ છે . ત્યારે એટલું જ કહી શકાય કે ખરેખર આજની નારી પુરૂષ સમોવડી બની ગઇ છે.
લક્ષ્મીપુરા પોલીસે નેપ્ચ્યુન ગ્રીનવુડમાં રેડ કરી ત્યારે નબીરાઓ ટેબલ પર બેસીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને નશામાં ચૂર હતા. પોલીસે યુવક અને યુવતીઓના બ્લડ સેમ્પલ લીધા છે અને તપાસ માટે મોકલ્યા છે. પોલીસે હાલ યુવકો સામે ફરિયાદ નોંધી છે અને રિપોર્ટ આવ્યા બાદ યુવતીઓ સામે પણ ગુનો નોંધાશે.
1. રાજ હીતેશભાઇ ૫ગ (પંજાબી) ઉ.વ -૨૨ રહે. ગ્રીનવુડ પ્લોટ નં -૫, ન્યુઅલ્કાપુરી ગોત્રી વડોદરા શહેર (૨) શાલીન વિશાલભાઇ શર્મા ઉ.વ-૨ ૧ ૨હે – ડી-૫૦૧ સ્પ્રીંગ રીટ્રીટ વાસાણા, ભાથની રૌડ વડોદરા શહેર (3 ) માલવેગ કેતન ભાઇ પ્રજાપતી ઉ.વ-૨૨ રહે. ૨0૧, ૨૦૨ વ્રજનંદન ફ્લેટ કલ્પવૃક્ષ કોમપ્લેક્ષ પાછળ ગૌત્રી વડોદરા શહેર (4) વત્સલ્યા પંકજભાઇ શાહ ઉં,વ- ૨ ૨- અંતરીક્ષ એલીગંજ વાસાણા રોડ ઉરવ હોસ્પીટલની સામે વડોદરા શહેર (૫) રોહીન વિષ્ણુભાઇ પટેલ ઉ.વ-૨૧ રહે- એ/ ૨૦ ભવાનીપુરા સોસાયટી, નિજામપુરા વડોદરા શહેર (૬) ધ્રુવીલ કેતનભાઇ પરમાર ઉ.વ-૨૧ એ/૧૦૨ સાકેત એપાર્ટમેંટ વોર્ડન -૬ ની પાછુળ જુના પાદરા રોડ વડોદરા (૭) આદિત્યસિંહ સુરેન્દ્રસિંહ પરમારઉ.વ.૨૧ રહે-૧૧ નિર્મળનગર સોસાયટી સામે અકોટા સ્ટેશન વડોદરા શહેર (૮) વજ્રકુમાર સચીન શેઠ ઉ.વ ૨૨ રહે-૪૧ શ્રી નગર સોસાયટી અકોટા વડોદરા શહેર (૯) મારૂફ સાદિક કાદરી ઉ.વ.૨૧ રહે-૩૪ આંગન બંગ્લોઝ તાંદલજા જે પી રોડ વડોદરા શહેર (૧૦) વરૂણ ગૌતમભાઇ અમીન ઉં, વ-૨૨ રહે- ૫૩ સેવાશ્રમ સોસાયટી વાસણા રોડ વડોદરા શહેર