દેશ

ઇન્દોરમાં ખેલાયો ખૂની ખેલ, બે મહિલાના ઝઘડામાં એક મહિલા પર ત્રણ જણે કર્યો છરી વડે ભયંકર હુમલો

ઈન્દોરના સદર બજારમાં એક મહિલા મિત્રના પ્રેમી અને તેની સાથે આવેલ અન્ય યુવકે યુવતીને રસ્તાની વચ્ચે રોકીને છરીના ઘા મારીને ગંભીર રીતે ઈજા કરી હોવાની ઘટના સામે આવી છે. છરીના ઘાના કારણે યુવતી ત્યાં જ બેભાન થઈ ગઈ હતી. ઘટના બાદ યુવતીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ઇન્દોરની MY હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તબીબોના જણાવ્યા અનુસાર યુવતીની હાલત ગંભીર છે. જ્યારે  પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓને શોધવાની કામગીરી શરુ કરી છે.

આ બાબત સદર બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં રાત્રી દરમિયાન એક યુવતીને રસ્તા પર રોકીને હુમલો કરી ઇજા પહોંચાડવામાં આવી હતી. ઈજાગ્રસ્ત યુવતીને લઈને તેની બહેન માય હોસ્પિટલ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવતીની બહેને જણાવ્યું છે કે, યુવતીનું નામ સોનિયા ગાંધી છે, જે ન્યૂ શીતલ નગરની રહેવાસી છે. સોનિયા ગાંધીની મહિલા મિત્ર ટિયા રાયકવાર છે, જેનાથી તેનો લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.

સોનિયા ગાંધી શનિવારની રાત્રે વોક કર્યા બાદ તેના ઘરે જઈ રહી હતા, તે દરમિયાન સદર બજાર વિસ્તારના કબ્રસ્તાન સામે ટિયા રાયકવાર તેના પતિ શુભમ રાયકવાર અને તેના સાથે આવેલા અન્ય એક યુવકે સોનિયાનો રસ્તો રોકી લીધો હતો. તાનોમે પહેલા તો સોનિયા ગાંધી સાથે મારામારી કરી હતી. પછી માર માર્યા બાદ ચાકુ કાઢીને સોનિયા પર હુમલો કરી દીધો હતો.

બીજી તરફ, સદર બજાર પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી લક્ષ્મણ સિંહ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઘટના દરમિયાન સોનિયા ગાંધીને ગંભીર ઈજાઓ થઈ છે. સોનિયાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ બાબતમાં FIR દાખલ કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

[quads id=1]

Related Articles

Back to top button