મનોરંજન

વાઈરલ ડાન્સ વીડિયો સાથે મુંબઈના આ પોલીસ અધિકારી સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયા છે. શું તમે જોયો છે એનો જોરદાર ડાન્સ વિડિયો?

આજે આપડે મુંબઈના પોલીસ અધિકારી અમોલ યશવંત કાંબલે વિષે વાત કરીશું કે જેઓ સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયા છે. જે તેમના ક્રેઝી વાયરલ ડાન્સ વીડિયોને આભારી છે. 38 વર્ષીય મુંબઈ પોલીસનો તાજેતરનો ડાન્સ વિડીયો, જેમાં તેને ફિલ્મ અપ્પુના આયા હૈ રાજા ગીત પર ડાન્સ કરતા જોઈ શકાય છે, તે સોશિયલ મીડિયા પર ઘણો પ્રેમ મેળવી રહ્યો છે. વીડિયોને 231 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે.

અમોલ યશવંત કાંબલે નાયગાંવ પોલીસ હેડક્વાર્ટરમાં તૈનાત છે અને તે પોતાની શાનદાર નૃત્ય કુશળતાથી દિલ જીતી રહ્યા છે. કાંબલે અવારનવાર પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લોકપ્રિય બોલિવૂડ ગીતો પર તેના ડાન્સ કરતા વીડિયો શેર કરે છે જે 24.8k ફોલોઅર્સ ધરાવે છે. તાજેતરનો વીડિયો જે ઓનલાઈન વાયરલ થયો છે તે મુંબઈના પોલીસકર્મીએ ગયા અઠવાડિયે પોસ્ટ કર્યો હતો.

અમોલ યશવંત કાંબલે માહીમનો રહેવાસી છે અને નાનપણથી ડાન્સ કરી રહ્યા છે. તેણે જણાવ્યું કે “એક પોલીસ તરીકે, મારી જવાબદારી કાયદો અને વ્યવસ્થા જાળવવાની અને પહેલા નાગરિકોની સુરક્ષા કરવાની છે, પરંતુ મારા સાપ્તાહિક રજાઓ પર, હું મારા બાળકો, મારી બહેનના બાળકો સાથે ડાન્સ કરું છું અને મજા કરું છું.”

 

View this post on Instagram

 

A post shared by Amol Kamble (@amolkamble2799)

અમોલ યશવંત કાંબલેના કેટલાક વધુ ડાન્સ વીડિયો અહીં જુઓ:

 

View this post on Instagram

 

A post shared by Amol Kamble (@amolkamble2799)

[quads id=1]

Related Articles

Back to top button