રમત ગમત

IPL ની પ્રથમ મેચમાં ઈતિહાસ રચી શકે છે MS Dhoni, આટલા રન બનાવી પ્રાપ્ત કરી શકે છે આ ખાસ સિદ્ધી

IPL-2022 ની શરૂઆત શનિવારના એટલે આજથી ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ સાથે થવા જઈ રહી છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. ચેન્નાઈને ચાર વખત આઈપીએલ ચેમ્પિયન બનાવનાર મહેન્દ્ર સિંહ ધોનીએ ગુરુવારે ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હવે ચેન્નાઈની કેપ્ટનશીપ સંભાળશે. તેમ છતાં ધોની આઈપીએલમાં ચેન્નાઈ તરફથી રમવાનું ચાલુ રાખશે. પ્રથમ જ મેચમાં તેમની પાસે ઈતિહાસ રચવાની તક છે.

આ ખાસ રેકોર્ડ બનાવી શકે છે મહેન્દ્ર સિંહ ધોની
મહેન્દ્ર સિંહ ધોનીએ તેમની IPL કારકિર્દીમાં 220 મેચ રમ્યા છે, જેમાં તેમને 4746 રન બનાવ્યા છે. ધોનીએ આઈપીએલમાં 23 અડધીસદી પણ ફટકારી છે અને તેમનો સર્વોચ્ચ સ્કોર અણનમ 84 રન છે. ધોનીએ ટીમ ઈન્ડિયા માટે 98 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેણે 1617 રન બનાવ્યા છે. તેના સિવાય તેમને ઝારખંડ સ્ટેટ ટીમ તરફથી કેટલીક ટી-20 મેચો પણ રમી હતી. કુલ મળીને અત્યાર સુધી મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની T-20 કારકિર્દીમાં કુલ 347 મેચ રમી છે, જેમાં તેણે 6935 રન બનાવ્યા છે. જો ધોની કોલકાતા સામે 65 રન બનાવશે તો તે ટી-20 ક્રિકેટમાં 7000 રન પૂરા કરી લેશે. તે T20 કારકિર્દીમાં 7000 રન પૂરા કરનાર ભારતના છઠ્ઠા ક્રિકેટર બની જશે.

આ યાદીમાં સામેલ થઈ જશે
અત્યાર સુધી ભારતના પાંચ બેટ્સમેનોએ T-20 ક્રિકેટમાં 7000 કે તેથી વધુ રન બનાવ્યા છે. KKR સામેની મેચમાં ધોની પાસે વિરાટ કોહલી (10273 રન), રોહિત શર્મા (9895 રન), શિખર ધવન (8775 રન), સુરેશ રૈના (8654 રન) અને રોબિન ઉથપ્પા (7042 રન) ની યાદીમાં સામેલ થવાની તક છે. .

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago