એક બાજુ દેશમાં ડોક્ટરો અને ફ્રંટલાઈન વર્કરો કોરોના મહામારી માંથી લોકોને બચાવવા માટે મહેનત કરી રહ્યા છે તો બીજી બાજુ હોસ્પિટલોમાં મોટા લોકો અને રાજનેતાઓ ને મળવા વાળી વિઆઈપી સુવિધાથી હવે ડોકટરો કંટાળી ગયા છે. એમ્સ ભુવનેશ્વર ના ડોકટરો એ આ વિઆઈપી ક્લચર થી કંટાળી ને પીએમ મોદીજી ને એક ચિઠ્ઠી લખી નારાજગી વ્યક્ત કરી હતી.
પીએમ મોદીજી ને ડોક્ટરો એ લખ્યું કે એમ્સ જેવી સરકારી હોસ્પિટલો મા નોકરશાહો, રાજનૈતિક પાર્ટી ના નેતાઓ અને તેમના કાર્યકર્તા ઓ ને આપવામાં આવતી વધારે પડતી સુવિધાઓ બંધ કરવી જોઈએ. જયારે તેમણે જરૂર ફક્ત આઇસોલેશન વોર્ડ ની જ હોય છે ત્યારે તેમના માટે ખાસ લાઈફસપોર્ટ અને આઇસીયુ સેવાઓ બુક કરવામાં આવી રહી છે. જરૂર વગર બધી સુવિધાઓ નો ખોટો લાભ લેવામાં આવી રહ્યો છે. અમુક વખત તો એવા પણ કિસ્સા બન્યા છે કે ડોક્ટરો ને તેની ડ્યૂટી પુરી થયાં બાદ પણ રાજનેતા ના ઘરે જવાની ફરજ પડી હોય.
પત્રમાં, ડોકટરોએ લખ્યું કે આવી બધી પ્રવૃત્તિઓ ડોકટરોની માનસિક વેદનામાં વધારો કરે છે અને હોસ્પિટલો માં તેમની કાર્યક્ષમતા ક્ષમતા પર પણ નોંધપાત્ર અસર કરે છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે રોગચાળાની શરૂઆતથી જ ડોકટરો હંમેશાં મોખરે હોય છે અને તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે.
ડોક્ટરોએ વધુમાં કહ્યું કે જ્યારે તે અથવા તેના પરિવારનો કોઈ સભ્ય કોરોના ચેપ લાગે છે, ત્યારે તેઓ લાંબી કતારો અને હોસ્પિટલોમાં પૂર્વ ભરેલા પલંગ આપવામાં છે. તેમણે કહ્યું કે હોસ્પિટલોમાં ડોકટરો માટે કોઈ અલગ કાઉન્ટર નથી. એટલું જ નહીં, ડોકટરોએ વધુમાં કહ્યું કે, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટે આ અંગે કોઈ ધ્યાન લીધું નથી. હોસ્પિટલોમાં રાજકારણીઓ અને અધિકારીઓને વીઆઈપી સુવિધાઓનો વિરોધ કરતાં ડોક્ટરોએ કહ્યું કે આ ફ્રંટલાઈન વર્કરો અને ડોકટરો નું અપમાન છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…