Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

મોદી સરકારે ગુજરાત રાજ્ય ને કોરોના સામે લડવા કેટલી ગ્રાન્ટ ફાળવી ? જાણો ચોંકાવનારા આકડા . . .

ગુજરાત રાજ્ય માં બુધવારે ( 24 માર્ચ ) કોરોના વાયરસ ના ટોટલ નવા 1790 કેસ નોંધાયા. આ આંકડો અત્યાર સુધી માં ગુજરાત માં નોંધાયેલા કેસ માં સૌથી વધુ કેસ દર્શાવે છે. અને આ દિવસે કોરોના સંક્રમણ થી ટોટલ 8 લોકો ના મોત નિપજ્યાં છે.

બીજી તરફ ટોટલ 1277 લોકો કોરોના સામેની લડાઈ માં જીત્યા હતા (સાજા થયા હતા).  ગુજરાત માં આજદિન સુધી માં 2,78,880 લોકો કોરોના સામે જંગ જીતી ચુક્યા છે. હાલ માં ગુજરાત રાજ્ય નો કોરોના રિકવરી રેટ 95.45 % છે. અત્યારે ટોટલ  8823 કોરોના પોજિટિવ કેસ છે, જેમાંથી 79 દર્દીઓ ને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને 8744 લોકો નોર્મલ છે.

આરોગ્ય વિભાગે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા પૂછાએલ એક પ્રશ્ન નો ઉત્તર આપતાજણાવ્યું કે , વર્ષ 20-21 માં કોરોના વાયરસ ને નાથવા માટે કેન્દ્ર સરકારે 308 કરોડ રૂપિયા  ગ્રાન્ટસ્વરૂપે ફાળવ્યા હતા તેમાંથી 211 કરોડ રૂપિયા મહામારી પાછળ વાપરવામાં આવ્યા છે, અને હજુ 96.97 કરોડ રૂપિયા તિજોરી માં પડ્યા છે.

કેન્દ્ર સરકાર ઉપરાંત ગુજરાત રાજ્ય સરકારે પોતે પણ કરોડો રૂપિયા કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા ખર્ચ્યા છે ત્યારે ચૂંટણી જીતવાના મોહમાં પક્ષે જ સરકારના કરોડોના ખર્ચ પર પથારી ફેરવી દીધી હતી. હવે ફરી સારી સારી વાતો કરી કોરોનાને કાબૂમાં લેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત માસ્ક ના નામે પ્રજા પાસેથી કરોડો રૂપિયા નો દંડ ઉઘરાવ્યો એ પાછો અલગ જ.

એક બાજુ, ડોક્ટરો-પેરામેડિકલ સ્ટાફની થાગ મહેનતના પરિણામે કોરોનાના કેસો એટલી હદે ઘટયાં હતાં કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તો કોરોના વોર્ડ બંધ કરવો પડયો હતો.

ત્યાં બીજી બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવાના અભરખામાં રાજકીય નેતા-કાર્યકરો બિન્દાસ બનીને ચૂંટણી પ્રચારમાં મશગૂલ બન્યા હતા. જેના પરિણામે આજે અગાઉ જે પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિનું ફરી એકવાર નિર્માણ થયું છે જેના કારણે કરોડોના ખર્ચ પછીય હતાં ત્યાંને ત્યાં આવીને ગુજરાત ઉભું રહ્યુ છે.

અત્યાર સુધીમાં ટોટલ 36,77,467  પ્રજાજનો એ રસી નો પહલો ડોઝ લીધો છે. અને 6,17,132 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  ગુજરાત માં આજે કુલ 1,90,858 લોકોને વેક્સિન આપવામાં આવી છે. 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,76,574 લોકો નું વેકસીનેશન કરાયું. અત્યાર સુધીમાં ગુજરાત માં એક પણ વ્યક્તિને આ વેક્સિન ના કારણે ગંભીર આડઅસર રૂપે અન્ય કોઈ બીમારી ના લક્ષણો જોવા  મળેલ નથી.

[quads id=1]

Related Articles

Back to top button