મોદી સરકારમાં 320 ચાઈનીઝ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ, ચીનને થયું કેટલું નુકસાન? જાણો અહીં
મોદી સરકારમાં 320 ચાઈનીઝ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ, ચીનને થયું કેટલું નુકસાન? જાણો અહીં
Modi Govt block 320 Chinese App: PM મોદી સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક તબક્કામાં ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમાંથી કેટલીક એપ્સ નામ બદલીને ભારતીય બજારમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી, જેના પર સરકારે હાલમાં ફરીથી પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્ર સરકાર વતી સંસદમાં જવાબ દાખલ કરીને જણાવવામાં આવ્યું હતું કે અત્યાર સુધીમાં તેમની તરફથી લગભગ 320 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે યુઝર્સની સુરક્ષા અને દેશની એકતા અને અખંડિતતાને ધ્યાનમાં રાખીને આ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ તમામ એપ્સને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી) એક્ટની જોગવાઈ હેઠળ બ્લોક કરવામાં આવી છે.
કયા કાયદા હેઠળ ચાઈનીઝ એપ્સ પર છે પ્રતિબંધ?
વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી સોમ પ્રકાશે કહ્યું કે રાજ્યની સાર્વભૌમત્વ, અખંડિતતા, સંરક્ષણ અને સુરક્ષાના હિતમાં આ મોબાઈલ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ફેબ્રુઆરીમાં 49 એપ્સને ફરીથી બ્લોક કરવામાં આવી હતી કારણ કે આ એપ્સ પહેલાથી જ બ્લોક કરાયેલી એપ્સને રિબ્રાન્ડ કર્યા પછી લોન્ચ કરવામાં આવી હતી. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) એક્ટ, 2000ની કલમ 69Aની જોગવાઈ હેઠળ સરકારે અત્યાર સુધીમાં 320 મોબાઈલ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ચીન સાથેના વેપાર પર શું પડી અસર?
કેન્દ્ર સરકાર તરફથી એક લેખિત જવાબમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલ 2000 થી ડિસેમ્બર 2021 દરમિયાન ભારતને ચીન પાસેથી માત્ર 2.45 બિલિયન એમેરિકન ડોલરનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) મળ્યું છે. આ દરમિયાન, એપ્રિલ 2000 અને ડિસેમ્બર 2021 વચ્ચે ભારતમાં કુલ FDI ઇક્વિટી પ્રવાહના માત્ર 0.43 ટકા હિસ્સા (2.45 બિલિયન એમેરિકન ડોલર) સાથે ચીન 20મા ક્રમે છે.