રાજ્યમાં દિવસે ને દિવસે મહિલાઓ સાથે દુષ્કર્મ અને તેમના અત્યાચારમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે હવે મહિલાઓને તેમની સુરક્ષાનું વચન આપનાર નેતાઓ પણ મહિલાઓને બક્ષી રહ્યા નથી ત્યારે આવો જ બનાવ સામે આવ્યો છે જેમાં રાજયની ભાજપ સરકારના અન્ન અને નાગરિક પૂરવઠાના રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી છે.
રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે અમદાવાદની મહિલાને લગ્નની લાલચ આપીને તેની સાથે અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. જો કે આ ગજેન્દ્રસિંહ પરમારે આ લગ્ન માટે આના કાની કરતા ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ આ ફરિયાદ ન નોંધવામાં આવતા આ મહિલાએ ઝેર પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેથી મહિલાના પરિવારના સભ્યોએ તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી હતી. જે મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મનો ગંભીર આક્ષેપ કરીને આપઘાતનો પ્રયાસ કરવામાં આવતા હાલમાં રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે.
જો કે આ આપઘાતના પ્રયાસ મામલે તેના વકીલ હિરેન શર્માએ જણાવ્યું હતું કે, મહિલાએ આપઘાત કરતા પહેલાં તેના મોબાઈલ પર એક મેસેજ કર્યો હતો અને જણાવ્યું હતું કે, હું આપઘાત કરવા માટે જઈ રહી છું. અને મંત્રી ગજેન્દ્ર પરમાર સામે પોલીસ કોઈ ફરિયાદ લઇ રહી નથી અને મારા પર ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે અને મને બદનામ પણ કરવામાં આવી રહી છે. જો કે, ગજેન્દ્ર પરમારે મારી સાથે અનેકવાર દુષ્કર્મ ગુજાર્યો છે અને હું સાચી છું. ત્યારે હવે હું આપઘાત કરવા જઈ રહી છું.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…