માત્ર 3 દિવસમાં આટલો વધ્યો MCap, ટોપ 100માં થઇ ગઈ અદાણીની આ કંપનીની એન્ટ્રી
માત્ર 3 દિવસમાં આટલો વધ્યો MCap, ટોપ 100માં થઇ ગઈ અદાણીની આ કંપનીની એન્ટ્રી
Adani Wilmar MCap: આ સપ્તાહે શેરબજારમાં ઉતરી અદાણી ગ્રૂપ (Adani Group) ની કંપની અદાણી વિલ્મર (Adani Wilmar) નું શાનદાર પ્રદર્શન ચાલુ રહ્યું છે. માત્ર 3 દિવસમાં કંપનીના શેરમાં 60 ટકાથી વધુનો વધારો થયો છે. આ જબરદસ્ત રેલીના આધારે કંપનીના એમકેપ (MCap) માં પણ ઝડપથી વધારો થયો છે અને હવે તેની એન્ટ્રી શેરબજારમાં લિસ્ટેડ ટોપ 100 કંપનીઓમાં થઈ ગઈ છે.
સતત 3 દિવસ સુધી આ સ્ટોકમાં રેલી
ગુરુવારે અદાણી વિલ્મરનો શેર BSE પર 19.99 ટકા વધીને રૂ. 381.80 સુધી પહોંચી ગયો. NSE પર શેર 19.99 ટકા વધીને રૂ. 386.25 પર પહોંચી ગયો હતો. આ પહેલા બુધવારે આ શેર BSE 19.98 ટકાના ઉછાળા સાથે 318.20 રૂપિયા પર અને NSE પર 20 ટકાના ઉછાળા સાથે 321.90 રૂપિયા પર બંધ થયો હતો. મંગળવારે આ સ્ટોક લગભગ 4 ટકાના ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયો હતો. આ પછી શેરમાં રિકવરી થઈ અને 18 ટકાના જબરદસ્ત ઉછાળા સાથે બંધ થયો હતો.
આ કંપનીઓથી વધી ગયો mcap
અદાણી વિલ્મરનું એમકેપ હવે લગભગ 50,000 કરોડ રૂપિયાની આસપાસ થઇ ગયો છે. આ સાથે જ અદાણી ગ્રુપની 7મી લિસ્ટેડ કંપની હવે એમકેપની દ્રષ્ટિએ દેશની 95મી સૌથી મોટી કંપની બની ગઈ છે. અદાણી વિલ્મરનું એમકેપ હવે ભારત ઈલેક્ટ્રોનિક્સ, બાયોકોન લિમિટેડ, એલએન્ડટી ટેકનોલોજી સર્વિસ, Bosch, Tata Elxsi, એચડીએફસી એસેટ મેનેજમેન્ટ, એબીબી ઈન્ડિયા, પેજ ઈન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન એરોનોટિક્સ અને સ્ટાર હેલ્થ એલાઈડ ઈન્સ્યોરન્સ જેવી કંપનીઓથી વધારે થઇ ગયો છે.
આટલો છે બજારમાં કંપનીનો હિસ્સો
અદાણી વિલ્મર ફોર્ચ્યુન (Fortune) બ્રાન્ડ નામથી ખાદ્ય તેલ વેચે છે. આ ઉપરાંત કંપની ચોખા, લોટ, ખાંડ જેવી ખાદ્ય વસ્તુઓનો બિઝનેસ પણ કરે છે. કંપનીના પોર્ટફોલિયોમાં સાબુ, હેન્ડવોશ અને હેન્ડ સેનિટાઈઝર જેવા ઉત્પાદનો પણ શામેલ છે. ખાદ્ય તેલના બ્રાન્ડેડ માર્કેટમાં તે સૌથી મોટી કંપની છે. હાલમાં તેની પાસે આ સેગમેન્ટમાં 18.3 ટકા હિસ્સો ધરાવે છે, જે નજીકના હરીફ કરતા બે ગણો છે.
પહેલાથી જ લિસ્ટેડ હતી અદાણીની આ કંપનીઓ
અદાણી વિલ્મરમાં ગૌતમ અદાણી (Gautam Adani)નું અદાણી ગ્રુપનો 50 ટકા હિસ્સો ધરાવે છે. બાકીનો 50 ટકા હિસ્સો સિંગાપોરના વિલ્મર ગ્રુપ (Wilmar Group) પાસે છે. આ અદાણી ગ્રૂપની આ 7મી કંપની છે, જેને શેરબજારમાં પગ મૂક્યો છે. અદાણી ગ્રુપની અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ એન્ડ સેજ, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશન પહેલાથી જ શેરબજારમાં લિસ્ટેડ છે.