મહામારી ના સમય ને લીધે ચોરી અને લૂંટફાટના કેસ દિવસેને દિવસે સામે આવતા જાય છે. હવે તો એવા હાલ છે કે ચોર ભગવાનના મંદિરને પણ નથી મુકતા. મંદિરોમાં પણ ચોરીઓ થવા માંડી છે. છત્તીસગઢના કોરબા ગામે આવી એક ઘટના સામે આવી છે. અહીં જ્યારે બે ચોરો મંદિરની દાનપેટીમાંથી પૈસા ચોરવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે જ ભગવાને તેને સજા આપી દીધી. આસપાસ ના લોકો કહેવા માંડ્યા કે જેવુ કર્યું તેવું ભોગવવું પડ્યું.
વિગતવાર જોઈએ તો છત્તીસગઢમાં પાવર હાઉસ રોડ કોરબા સ્થિત નવું બનેલ શનિ મંદિર ની આ ઘટના છે. અહીં સોમવારે સવાર સવારમાં બે ચોર ચોરી કરવા ની નિયત થી મંદિરમાં દાખલ થયા. તે ભગવાનની દાનપેટીમાંથી પૈસા ચોરવા માગતા હતા એટલે એમણે પહેલાં પેટીનું તાળું તોડી નાખ્યું. ત્યાર પછી દાનપેટી માં હાથ નાખીને પૈસા કાઢવાની કોશિશ કરી રહ્યા હતા.આ દરમિયાન હાથ દાન પેટીમાં જ ફસાઈ ગયો.
આ દરમિયાન મંદિરમાં પૂજા કરતા પૂજારી પરિવાર ત્યાં આવી ચડ્યો. તેમણે ચોરને મંદિરમાં જોઈ લીધા અને બૂમાબૂમ કરીને આસપાસના લોકોને બોલાવી લીધા. ત્યારબાદ દાન પેટીને તોડીને ચોરી નો હાથ બહાર કાઢવામાં આવ્યો અને બીજી તરફ પોલીસે પણ સૂચના આપી દેવામાં આવી. પોલીસે ઘટનાસ્થળે આવીને બન્ને ચોરને ગિરફ્તાર કરી લીધા હતા.
પોલીસે બન્ને ચોરો ને કરેલી પૂછતાછ દરમ્યાન ચોરો એ સ્વીકાર્યું કે તેઓ મંદિરમાં ચોરી કરવાનો નિયત થી જ ઘૂસ્યા હતા. આ બન્ને ચોર બાલકો ગામ ના નિવાસી છે. આની પહેલા પણ તેઓ ઘણી જગ્યાએ ચોરી કરી ચુક્યા છે. અત્યારે પોલીસ ચોરો ને કરેલી પૂછતાસ ને આધારે અને બીજા લોકોના બયાનો ને આધારે તેમના વિરુદ્ધ કેસ બનાવી રહી છે.
મિત્રો તમને જણાવી દઈએ કે આ બન્ને ચોરોએ મંદિરની દાનપેટીમાંથી પૈસા કાઢવા માટે મંદિર માં મુકેલ ત્રિશૂળ પણ તોડી નાખ્યો હતો. તેમણે ત્રિશૂળના આ તૂટેલા ભાગને સાવરણી સાથે જોડીને દાનપેટીમાંથી પૈસા કાઢવાનો પ્રયાસ કર્યો હતો. બસ આ ચક્કરમાં જ એક ચોર નો હાથ દાનપેટી માં ફસાઈ ગયો હતો. બન્ને ચોરોએ હાથ બહાર કાઢવાની ઘણી કોશિશ કરી પરંતુ કોઇ ફાયદો થયો ન હતો અને અંતે કર્યા નું ફળ ભોગવાનો વારો આવ્યો.
હવે આ મામલો આસપાસના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. લોકોનું કહેવું છે કે ભગવાન ના ઘરમાં જે લોકો ચોરી કરે તેને આવી જ સજા મળવી જોઈએ.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…