વાયરલ સમાચાર

સમજાતું નથી કે…આ શખ્સને દાદ આપવી કે તેના પર હસવુંઃ જૂઓ આ ફની વાયરલ વિડીયો

જાહેરમાં કોઈપણ અખતરા કરતા પહેલા 100 વાર વિચારવુંં!

અત્યારે યુવાનોમાં સ્ટંટને લઈને ખૂબ જ ક્રેઝ જોવા મળતો હોય છે. આ લોકો ક્યારેક બાઈક તો ક્યારે સાયકલ અથવા તો કોઈ ભારે ભરખમ ગાડી લઈને જ્યાં તક મળે ત્યાં સ્ટંટ કરવા લાગતા હોય છે. કેટલીયવાર એવું જોવા મળ્યું છે કે, આ લોકોના સ્ટંટ વાયરલ થઈ જાય છે અને કેટલીક વાર તેમને આ સ્ટંટ કરવાની ભારે કિંમત પણ ચૂકવવી પડે છે.

અત્યારે આવો જ એક જોરદાર વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં એક વ્યક્તિ સાઈલથી સ્ટંટ કરી રહ્યો છે અને અચાનક તેનું બેલેન્સ બગડી જાય છે અને બાદમાં જે થયું તે ઘટના આ વ્યક્તિ જીવનમાં ક્યારે ભૂલી નહી શકે.

વિડીયોમાં આપ જોઈ શકો છો કે એક શખ્સ બાળકોની સાઈકલ ચલાવતો તેના પર સ્ટંટ કરી રહ્યો છે. તે પહેલા સાઈકલ અને પછી બાદમાં રોડ પર કરતબ બતાવવાના પ્રયત્નો કરે છે. પરંતુ ત્યાં જ તેનું બેલેન્સ બગડી જાય છે અને ધડામ કરીને સાઈકલની ઉપર પડે છે. જો કે, સદનસીબે બીજીબાજુથી આવી રહેલી ગાડી બાજુ તે ન પડ્યો નહીતો તેનો જીવ જઈ શકતો હતો.

લોકો ન માત્ર વિડીયો શેર કરી રહ્યા છે પરંતુ આ વિડીયો પર અલગ-અલગ પ્રકારની કમેન્ટ્સ અને રિએક્શન પણ આપી રહ્યા છે. લોકોને સમજાતું નથી કે આવું ખતરનાક કામ કરવા માટે આ શખ્સની દિલેરીને દાદ આપવી કે પછી તેની મૂર્ખતા પર હસવું. એક અન્ય યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે, આ પ્રકારના સ્ટંટ કરતા પહેલા ખૂબ જ પ્રેક્ટિસ કરી લેવી જોઈએ. અન્ય એક યુઝરે લખ્યું કે, આ પ્રકારના ખતરનાક સ્ટંટ આપણે રોડ પર ન કરવા જોઈએ.

Hardik

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago