ક્રાઇમ

મહિલા સાથે હૈવાનિયત: દુષ્કર્મ બાદ પણ ગંભીર રીતે મારવામાં આવ્યો માર

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં 30 વર્ષીય મહિલા પર દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. કથિત દુષ્કર્મ કેસમાં મુંબઈ પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી છે. મહિલા ગુરુવારે રાત્રે ખૈરાણી રોડ પર બેભાન હાલતમાં મળી આવી હતી. હાલમાં આ મહિલા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ આ મામલાની તપાસમાં જોડાયેલી છે.

આ ઘૃણાસ્પદ ગુનામાં પોલીસના હાથે ઝડપાયેલા વ્યક્તિનું નામ મોહન ચૌહાણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટનાના થોડા કલાકોમાં 45 વર્ષીય વ્યક્તિને પોલીસે પકડી લીધો હતો. પોલીસે કહ્યું કે કંટ્રોલ રૂમને માહિતી મળી હતી કે એક પુરુષ મહિલાને ઘણી ગંભીર રીતે મારતો હતો. આ પછી પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અહીં મહિલા રસ્તા પર લોહીથી લથપથ પડી હતી. આ પછી મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં મહિલા પર દુષ્કર્મ થયો હોવાનું બહાર આવ્યું છે. પોલીસનું કહેવું છે કે આ ક્રૂરતા મહિલાને રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટેમ્પોની અંદર કરવામાં આવી હતી. ઓટોની અંદર લોહીના છાંટા પણ મળી આવ્યા છે. તબીબોના મતે મહિલાની હાલત નાજુક છે.

પોલીસનું કહેવું છે કે આરોપી ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ 307 (દુષ્કર્મનો પ્રયાસ) અને 376 (દુષ્કર્મ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે આ મામલે વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે.

[quads id=1]

Related Articles

Back to top button