સમાચાર

12 ફૂટ લાંબો મગર ફસાણો ઝાડીમાં, લોકોએ બચાવ્યો આ રીતે જીવ – જુઓ વાયરલ વીડિયો

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના સાંગલવાડી વિસ્તારમાં 12 ફૂટ લાંબો મગર જોવા મળ્યો હતો, જેને જોતાં જ લોકોમાં ભાગદોડ મંચી ગઈ હતી, આ ઘટના બુધવારની છે. આ મગર ઝાડીઓની વચ્ચે સંતાઈ ગયો હતો. ભારે જહેમત બાદ સ્થાનિક લોકોએ મગરને બચાવી લીધો બાદમાં લોકોએ તેને વન વિભાગને હવાલે કર્યો હતો મેયર દિગ્વિજય સૂર્યવંશીએ આ અંગે માહિતી આપી છે.

મહારાષ્ટ્રમાં સતત વરસાદને કારણે સાંગલી જિલ્લામાં પુરનું પાણી વિસ્તારમાં આવી ગયું છે જ્યાં આ મગર પણ પૂરના પાણી સાથે નદીમાંથી બહાર આવી ગયો હતો.પરંતુ સ્થાનિક લોકોએ તેને જોતા જ તેમણે મગરનો જીવ બચાવવા માટે પ્રયત્ન શરૂ કરી દીધા મગરને બચાવવા માટે સ્થાનિક લોકોએ તેને દોરડાથી બાંધીને ઝાડીમાંથી બહાર કાઢયો હતો કદ ખૂબ ઊંચું હોવાથી, તેને બચાવવું ખૂબ મુશ્કેલ બની રહ્યું હતું. આખરે ઘણી કોશિશ બાદ તેને ત્યાંથી સલામત રીતે બહાર કાઢીને વનવિભાગને સોંપ્યો હતો.

[quads id=1]

Related Articles

Back to top button