રમત ગમત

IPL મેગા ઓક્શન બાદ રાજસ્થાન રોયલ્સ સંપૂર્ણ ટીમની યાદી, ટીમમાં અનેક સ્ટાર

IPLની પ્રથમ સિઝનની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ ટીમે 62 કરોડ રૂપિયાના પર્સ સાથે મેગા ઓક્શનમાં ઘણા દિગ્ગજોને પોતાની ટીમમાં સામેલ કરી લીધા છે. રાજસ્થાન રોયલ્સે વિશ્વ ક્રિકેટના કેટલાક મોટા નામો પર બોલી લગાવી અને બિડ વોરમાં તેમને સામેલ કરીને એક મજબૂત ટીમ બનાવી છે.

રાજસ્થાનની ટીમે ઓપનિંગ સ્લોટ માટે દેવદત્ત પડિક્કલને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. તેના સિવાય બોલિંગ સ્લોટ માટે પ્રખ્યાત પ્રસિદ્ધ કૃષ્ણા ઉપર મોટી બોલીમાં લગાવતા તેમની પોતાની ટીમમાં જોડ્યા હતા. તેના સિવાય રવિચંદ્રન અશ્વિનને પણ રાજસ્થાન રોયલ્સે ટીમમાં સામેલ કરેલ છે.
રાજસ્થાન રોયલ્સમાં કુલ 24 ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં 16 ભારતીય અને 8 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. યુઝવેન્દ્ર ચહલને રોયલ્સે સાડા છ કરોડમાં ખરીદ્યો હતો. અશ્વિન અને ચહલ બંને હવે ટીમના સ્પિન વિભાગમાં સામેલ છે. આવી સ્થિતિમાં રાજસ્થાન રોયલ્સ માટે આ યોગ્ય ડીલ સાબિત થઈ શકે છે.

વેસ્ટ ઈન્ડિઝના શિમરોન હેટમાયરને પણ રાજસ્થાન રોયલ્સ દ્વારા ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. તેના સિવાય ટ્રેન્ટ બોલ્ટને પણ ટીમમાં સામેલ કર્યા છે. જયારે રિયાન પરાગ ઉપર પણ મોટી બોલી લગાવી રોયલ્સે ટીમમાં જોડી લીધા હતા.

રાજસ્થાન રોયલ્સની ટીમની વાત કરવામાં આવે તો તેમાં અનેક સ્ટાર ખેલાડી રહેલા છે. જેમાં સંજુ સેમસન, જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, કરુણ નાયર, રાયસી વાન ડેર ડુસેન, શિમરોન હેટમાયર, દેવદત્ત પડિકલ, ડેરીલ મિશેલ, અનુનય સિંહ, રિયાન પરાગ, શુભમ ગઢવાલ, રવિ અશ્વિન, જેમ્સ નીશમ, કુલદીપ સેન, નવદીપ સેની, ટ્રેન્ટ બોલ્ટ, નાથન કુલ્ટર-નાઇલ, ઓબેડ મેકકોય, ફેમસ ક્રિષ્ના, કેસી કરિઅપ્પા, તેજસ બરોકા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવનો સમાવેશ થાય છે.

[quads id=1]

Related Articles

Back to top button