આઇપીએલના ફાઉન્ડર અને બિઝનેસમેન લલિત મોદી સાથે જોડાયેલ એક મોટી જાણકારી સામે આવી છે. લલિત મોદી દ્વારા બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી સુષ્મિતા સેન સાથે પોતાના રિલેશનશિપની જાહેરાત કરવામાં આવી છે. તેમણે પોતાની એક તસ્વીર શેર કરતા સુષ્મિતા સેનને પોતાની બેટરહાફ ગણાવવામાં આવી છે. તેનાથી માનવામાં આવી રહ્યું છે કે, લલિત મોદીએ સુષ્મિતા સેન સાથે સગાઇ કરી લીધી છે. લલિત મોદી દ્વારા શેર કરવામાં આવેલ તસ્વીરમાં સુષ્મિતા સેન સગાઇની રિંગ પહેરેલી જોવા મળી રહી છે.
સુષ્મિતા સેનથી વેડિંગની પુષ્ટિ કરતા લલિત મોદી દ્વારા ટ્વીટ કરીને લખવામાં આવ્યું છે કે, પરિવાર સાથે માલદીવ અને સાર્ડિનિયાની ગ્લોબલ ટૂર કરી લંડન પરત આવ્યો છું. મારી બેટરહાફ સુષ્મિતા સેનનો ઉલ્લેખ કર્યા વગર કેવી રીતે રહી શકાય- એક નવી ઇનિંગની શરૂઆત. અંતે એક નવું જીવન. ચાંદ પર છું. લલિત મોદીની વાત કરીએ તો આ તેમના બીજા લગ્ન છે.
આ અગાઉ તેમણે પોતાની માતાની દોસ્ત મીનલ સાથે લગ્ન કર્યા હતા. જે ઉંમરમાં તેમનાથી 9 વર્ષ મોટી હતી. મીનલના લગ્ન નાઇઝીરિયાના બિઝનેસમેન જૈક સાગારાની સાથે થયા હતા. તેના પહેલા લલિત મોદી દ્વારા પોતાના પ્રેમનો ઇઝહાર કરવામાં આવ્યો હતો. લગ્નના ઠીક પહેલા લલિતથી આવેલા પ્રસ્તાવને મીનલ ઉશ્કેરાઈ ગઈ હતી. આ સિવાય લલિત સાથે ચાર વર્ષ સુધી વાતચીત પણ બંધ કરી દીધી હતી.
લલિત મોદી દ્વારા સોશિયલ મીડિયા દ્વારા અભિનેત્રી સુષ્મિતા સેનની સાથે કેટલીક તસ્વીરો શેર કરવામાં આવી છે. જેમા તેમણે સુષ્મિતાને પોતોની પત્ની ગણાવી છે. સોશિયલ મીડિયા પર લલિત મોદી દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરો આગની જેમ વાયરલ થઈ રહી છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…