ધાર્મિક

કૂળ દેવ-કૂળ દેવી ને માનતા હોય તો એક વાર જરૂર વાંચો

આપણાં જીવન માં કુળ દેવી અને કૂળ દેવતા નું ઘણું મહત્વ રહેલું છે અને તેના આશીર્વાદ ના લીધે જ આપણું જીવન શાંતિમય બની રહે છે એટલા માટે આપણે સારા અને ખરાબ કામ માં તેમણે યાદ કરીએ છીએ. પરંતુ આજ ના સમય ના યુવાનો તેનું મહત્વ ધીમે ધીમે મહત્વ ભૂલી રહિયા છે. 

જેમના આશીર્વાદ થી આપણું કૂળ આગળ વધી રહિયું છે તેને આપણે ક્યારેય ભૂલવા ન જોઈએ. ઘણા લોકો પોતાના કૂળ દેવી કે કૂળ દેવતા ને પોતાના ખરાબ સમય માજ યાદ કરે છે પરંતુ તે લોકો ન ખબેર નથી હોતી કે તેમના જીવન ની સુખ શાંતિ તેના તેમના કૂળ દેવી કે કૂળ દેવતા ની કૃપા થિજ બનેલી હોય છે. 

જો તમારા થી થય શકે તો દિવસ માં એક વાર તમારા કૂળ દેવી કે કૂળ દેવતા ની પૂજા કે માળા કરી ને તેમને યાદ કરવા જોઈએ. અથવા તો તમારા કૂળ દેવી કે કૂળ દેવતા ને યાદ કરી ને દીવો કરી ને પૂજા કરવી જોઈએ. દરેક કૂળ દેવી એ પોતાના કૂળ પર એક શૂરક્ષા ચક્ર બનાવેલું હોય છે જેનાથી તેના કૂળ ની રક્ષા થતી રહે. 

ઘણા શાસત્રો માં લખેલું છે કે, જીવન કોઈ પણ દુખ વગર જીવવા માટે હમેશા પોતાના કૂળ દેવી કે કૂળ દેવતા ની શરણ માં જવું પડે છે. એટલેજ ગામો ગામ આજે પણ કૂળ દેવી-કૂળ દેવતના મંદિરો આસ્થા નું પ્રતિક સમાં ઊભા હોય છે.

જીવન માં  એશો આરામ ભોગવવા હોય અને શારીરિક કષ્ટિ ને માનસિક બીમારી થી મુક્ત રહેવું હોય તો સૌથી સરળ રસ્તો છે તમારા કૂળ દેવી- કૂળ દેવતા નું શરણ. એક વાર તને તમારી જાત ને કૂળ દેવી-કૂળ દેવતા ના શરણ માં અર્પણ કરી દેશો પછી જોવો તમારો બેડો પર થય જશે.

જે લોકો સાંસારિક જીવન જીવી રહ્યા છે એ લોકો ને તેમના કૂળ દેવી-કૂળ દેવતા ની ઉપાસના નિત્ય કરવી જોઈએ. તમારા કૂળ દેવી-કૂળ દેવતા હમેશા તમારા સુખ દુખ માં તમારી સાથે જ હોય છે. જો તમે સાચા મન થી તેમની ભક્તિ કરશો તો તમને જીવન માં ચોક્કસ સફળતા પ્રાપ્ત થશે. 

આપણા બાપ-દાદાઓ આપણી માટે પૂજા કરતા હતા , કુળદેવી અને કુળદેવતા પાસે પ્રાર્થના કરતા હતા કે મારા બાળકોની રક્ષા કરજો, બાળકો નાના છે, તેમને ખુશી અને સુખ આપજો.  તેઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરે, અને અમારા કુળનો ઉદ્ધાર કરે, તેવી શક્તિ અમારાં સંતાનોને આપજો.

આવી પ્રાર્થના કરીને બાળકોને મોટા કર્યા હોય છે. એટલા માટે આજના યુવાનોએ અને બાળકોએ પણ ભગવાનનું રુણ અદા કરવું જોઈએ. વરસમાં ઓછામાં ઓછું બે વાર પોતાના કુળદેવી અને કુળદેવતાના દર્શન કરવા જવું જ જોઈએ.  તેમને પ્રાર્થના કરવી જોઈએ કે અમને આપેલી આટલી સારી જિંદગી માટે તમારો ખુબ ખુબ આભાર. 

તમારી કૃપા આ જ રીતે અમારા ઉપર વરસાવતા રહેજો. તમે હંમેશા અમારી રક્ષા કરતા રહેજો. તમારા આશીર્વાદથી જ અમારા ઘરમાં સુખ-શાંતિ છે. ભગવાનને મનોમન દરરોજ યાદ કરવા જોઈએ તથા તેમનો આભાર માનવો જોઈએ કે દરેક નવી સવારે આપણે સ્વસ્થ ઊઠીએ છીએ.  

ભારતમાં હિન્દુ ધર્મ વ્યવસ્થા પ્રામાણે જોઈએ તો યુગો યુગોથી કુલદેવીની પૂજા ને આરાધના કરવામાં આવે છે. કોઈપણ હિન્દુ હોય એ કોઈ ને કોઈ ઋષિ મુનિનો જ વંશજ હશે. જે ગોત્રને જોતાં જ ખ્યાલ આવશે. એ પછી જેનું જેવુ કર્મ એ પ્રમાણે જ્ઞાતિમાં વિભાજન થયું. 

એવું કહેવાય છે કે, દરેક જાતિ એ કોઈ ના કોઈ ઋષી સંતાન હશે જ એટ્લે જે કુળદેવી એ ઋષી માટે પૂજનીય હતા. એ જ કુળદેવી આજે પણ એ જાતિના લોકો માટે પૂજનીય છે. કુલદેવીનો સંબંધ કોઈપણ ઘર હોય કે કુટુંબ એમાં સૌથી નજીકનો સંબંધ જોવા મળે છે જે કુલદેવતા હોય કે કુળદેવી એ આમ જોઈએ તો પરિવારનું અને કુળનું નકારાત્મક પ્રભાવથી રક્ષા જ કરે છે. 

હિન્દુ પરંપરા અનુસાર કુળદેવી કે કુલદેવતા એ સૌથી પહેલા પૂજનીય દેવી દેવતા છે. ઘરમાં કોઈ પણ હવન હોમ રાખવામા આવે. પણ સૌથી પહેલી પૂજા તો કુળદેવી ને કુલદેવતાની જ થશે.

Team Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago