મનીષ મલ્હોત્રાના બ્રાઈડલ લહેંઘામાં કૃતિ સેન લાગી ખૂબ જ સુંદરઃ જૂઓ ફોટોગ્રાફ્સ
મનીષ મલ્હોત્રાનું અદભૂત બ્રાઈડલ કલેક્શન
બોલીવુડ એક્ટ્રેસ કૃતિ સેનન પોતાની ફેશન સેન્સથી સામાન્ય રીતે પોતાના ફેન્સને ઈમ્પ્રેસ કરે છે. આ વખતે કૃતિ રેડ કલરના લહેંઘામાં દેખાઈ રહી છે. તેનું લેટેસ્ટ બ્રાઈડલ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર છવાયેલું છે.
કૃતિએ ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાનો ડિઝાઈનર લહેંઘો પહેર્યો છે. હકીકતમાં 23 થી 29 ઓગસ્ટ વચ્ચે ઈન્ડિયા કોઉચર વીક 2021 શરૂ થઈ ચૂક્યો છે. આ ફેશન વિકની શરૂઆત મનિષ મલ્હોત્રાએ પોતાના કલેક્શન નૂરાનિયત સાથે કરી. આમાં કૃતિ એક દુલ્હનના અવતારમાં દેખાઈ હતી.
કૃતિના લહેઘામાં મોટિફ, સ્ટોન અને મિરર વર્કની હેવી કઢાઈ કરવામાં આવેલી છે. આને તેણે હેવી જ્વેલરી સાથે કેરી કરી છે. લહેંઘા સાથે કૃતિએ માંગમાં ટીકો, કલીરે અને ટ્રેડિશનલ નેકપીસ પહેર્યો છે. એક્ટ્રેસે લહેંઘામાં કેટલાય પોઝ આપ્યા છે.
કૃતિ આ લહેંઘામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ હેવી એમ્બ્રોઈડરી વાળા લહેંઘા સાથે ડીપ કટ ચોલી તેણે કેરી કરી છે. બ્લાઉઝ પર પણ લહેંઘાથી મેચિંગ કઢાઈ કરવામાં આવી છે અને આના દુપટ્ટામાં ગોટા પટ્ટીનું કામ કરવામાં આવેલું છે.
મેકઅપની વાત કરીએ તો કૃતિએ સ્મોકી આઈઝ, કોહલ આઈઝ, શિમરી આઈશેડો, રેડ લિપસ્ટિક, માથા પર કુમકુમ સજાવતા વાળને મિડિક હેર પાર્ટેડ લૂક આપ્યો છે.