મુંબઇ માં સ્થિત ભાંડુપ એરિયા માં આવેલા એક શોપિંગ મોલના ત્રીજા માળે આવેલી કોવિડ હોસ્પિટલ માં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બે દર્દી નાં મોત નીપજ્યાં હતાં. અને હોસ્પિટલમાં દાખલ ટોટલ 76 દર્દીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. બચાવી લેવાયેલા દર્દીઓ ને તરત અન્ય હોસ્પિટલ માં દાખલ કરી દેવામાં આવ્યા છે.
ફાયર બ્રિગેડ નો કાફલો જે હોસ્પિટલે આગ લાગી હતી ત્યાં આગને કાબૂમાં લેવા પહોંચી ગયો હતો. હોસ્પિટલમાં રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. આગ લાગવાનું કારણ હજી જાણી શકયું નથી.કિશોરી પેડનેકરે ( મુંબઈ ના મેયર ) જાણવ્યૂ કે આગ લાગવાના કારણો હજી સામે આવ્યા નથી. વધુ માં તેમણે જાણવ્યૂ કે મોલ માં હોસ્પિટલ જોઈ ને મને ઘણું આશ્ચર્ય થયું છે. આ કેસ માં વધુ તપાસ કરવામાં આવશે. બચવાયેલા દર્દીઓ ને અન્ય હોસ્પિટલ માં તાત્કાલિક ખસેડી દેવામાં આવ્યા છે.
મિત્રો તમને જણાવી દઈ એ કે આ પહેલા પણ કોવિડ-19 હોસ્પિટલો માં આગ લાગવાના ઘણા બનાવ બની ચૂક્યા છે .
ગયા વર્ષે 2020 માં 27 નવેમ્બર ના દિવસે ગુજરાત રાજ્ય નાં રાજકોટ જિલ્લામાં એક કોવિડ હોસ્પીટલમાં આગ લાગી હતી. અહી આગ માં પાંચ કોરોના ના દર્દીઓના મોત નિપજ્યાં હતા.આ કોવિડ હોસ્પિટલમાં ટોટલ તેત્રીસ કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી હતી. વાયર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કારણ બાર આવ્યું હતું. માનનીય મુખ્યમંત્રી એ આ ઘટના અંગે વધુ તપાસના આદેશ આપ્યા હતા.
6 ઓગસ્ટ 2020 ના દિવસે શ્રેય કોવિડ હોસ્પિટલ કે જે અમદાવાદ માં આવેલી છે, તેમ પણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ દુર્ઘટના માં 8 લોકો નું મૃતઉ થયું હતું.
આજ રીતે ગ્વાલિયરની સૌથી મોટી હોસ્પિટલ જયારોગ્યના કોવિડ સેન્ટરના ICUમાં 21 નવેમ્બરના રોજ આગ લાગવાનો બનાવ બન્યો હતો. ત્યાં સારવાર લઈ રહેળ 9 દર્દીઓમાંથી 2 દર્દીઓને સામાન્ય ઇજા થઈ હતી. આગ લાગવાના કારણે થયેલ ભાગદોડ માં 2 દર્દીઓ ના મોત નિપજ્યાં હતા. એક વેન્ટિલેટર પણ આગમાં બળી ગયું હતું.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…