લાઈફસ્ટાઈલ

પંચામૃતઃ આધ્યાત્મિક અને સ્વાસ્થ્ય બંન્નેની દ્રષ્ટીએ છે ખૂબ જ લાભદાયી

પંચામૃતના આવા ફાયદા તમે ભાગ્યે જ ક્યાંક વાંચ્યા હશે

પંચામૃત એક પવિત્ર વસ્તુ છે કે જેને દૂધ, દહી, ઘી, મધ અને ખાંડ મિક્સ કરીને બનાવવામાં આવે છે. સામાન્ય રીતે મંદિરોમાં પ્રસાદ સ્વરૂપે તે ભગવાનને ધરાવવામાં આવે છે. પંચામૃત પહેલા ભગવાનને ધરાવવામાં આવે છે અને પછી પ્રસાદ સ્વરૂપે ભક્તોને આપવામાં આવે છે. મહાભારત અનુસાર, પંચામૃત સમુદ્ર મંથન દરમિયાન સમુદ્રમાંથી બહાર આવેલા તત્વો પૈકીનું એક છે.

પંચામૃત શબ્દ બે શબ્દોને મિલાવીને બન્યો છે. પંચનો અર્થ પાંચ છે અને અમૃતનો અર્થ છે અમરતા પ્રાપ્ત કરાવતું જળ. એટલા માટે આને પંચામૃત કહેવામાં આવે છેય પંચામૃતનો ઉપયોગ અભીષેક દરમિયાન કરવામાં આવે છે. આ પવિત્ર જળના મિશ્રણનો ઉપયોગ દેવતાઓની મૂર્તિઓને સ્નાન કરાવવા માટે કરવામાં આવે છે.

પંચામૃતમાં ઉપયોગ થનારી પાંચ વસ્તુઓનું પણ એક અદભૂત મહત્વ છે.

  • દૂધ શુદ્ધ અને પવિત્રતાનું પ્રતિનિધિત્વ કરે છે.
  • ઘી શક્તિ અને જીત માટે છે.
  • મધ મધમાખીઓ પેદા કરે છે એટલે સમર્પણ અને એકાગ્રતાનું પ્રતિક છે.
  • ખાંડ મીઠાશ અને આનંદનું પ્રતિક છે.
  • અને દહી સમૃદ્ધીનું પ્રતિક છે.

દર વર્ષે ભારતમાં ધામધૂમથી જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. કૃષ્ણને દૂધ, ઘી, દહી, માખણ સહિતનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને ભગવાન કૃષ્ણની મૂર્તિને કેટલાક લોકો આનાથી સ્નાન પણ કરાવે છે. આ ખાસ પ્રસંગે પંચામૃતથી વધારે શું સારું હોઈ શકે?

પંચામૃત સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ લાભકારી

પંચામૃત ઈમ્યુનિટીને મજબૂત કરવામાં મદદ કરે છે. આ ડ્રિંકને પીવાથી ત્વચાની રંગતમાં નિખાર આવે છે અને વાળ પણ સારા થઈ જાય છે.

આ આપણા શરીરના સપ્ત ધાતુઓ માટે ફાયદાકારક હોય છે. પંચામૃતમાં તુલસીના પત્તા હોય છે કે જે બિમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે.

આયુર્વેદ અનુસાર, પંચામૃતનું સેવન કરવાથી પિત્ત દોષને સંતુલીત રાખવામાં મદદ મળે છે. આમાં ઉપસ્થિત તમામ વસ્તુઓ ઔષધીય ગુણોથી સંપન્ન હોય છે. પિત્ત દોષનો અર્થ છે પેટથી થનારી સમસ્યાઓ.

[quads id=1]

Related Articles

Back to top button