Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
સમાચાર

ઉધારી થી કંટાળી ને ખેડૂતે જાહેરાત આપી “કિડની વેચવાની છે”

દેશમાં અન્નદાતા માનવા માં આવતા ખેડુત ની સ્થિતિ કેટલી ખરાબ છે તેનો અંદાજ તમે આ વાત પરથી લગાવી શકશો કે દેશનું સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ માં ઉધાર ચુકવવા માટે મજબુર બની એક ખેડુત ને પોતાની કિડની વેચવા નું વિજ્ઞાપન આપવું પડ્યું.

યુપી નાં સહારનપુર માં રામ કુમાર નામના ખેડુત શાહુકાર નું ઉધાર ચુકવવા માટે પાછલા કેટલાંક દિવસો થી બેંક પાસે થી લોન લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ બધી જગ્યા એ તેમને મદદ ના બદલે નિરાશા જ હાથ લાગી રહી છે. મહીનાઓ સુધી બેંક નાં ધક્કા ખાઈ થાકી ગયા બાદ તેમણે શાહુકારો નું ઉધાર ચુકવવા માટે  પોતાની કિડની  વેચવાનું એલાન કરી દીધું અને આ માટે સોશીયલ મીડિયા માં વિજ્ઞાપન પણ આપ્યું 

 

લોકોની અસંવેદનશીલતા તો જુઓ કે મદદ કરવાને બદલે રામ કુમાર ની કિડની લેવા માટે તૈયાર થઈ ગયાં! અને ૧ કરોડ રૂપિયા ની બોલી લગાવી દીધી. આ વાત જેવી જ સરકારી અધિકારીઓ પાસે પહોંચી તેવા જ તેઓ રામકુમાર ના ઘરે પહોચી ગયાં અને તેમને મદદ નું આશ્વાસન દેવા લાગ્યા. અધિકારીઓ એ લોન ન દેનાર બેંક સામે પણ કાર્યવાહી કરવાનો રામકુમાર ને વિશ્વાસ દેવડાવ્યો છે. 

તો રામ કુમારે આ વિજ્ઞાપન ને લઈ ને જણાવ્યુ કે પીએમ કૌશલ વિકાસ યોજના ની અંતર્ગત ડેરી ફાર્મ ની ત્રણ વાર ટ્રેનિંગ લીધા પછી પણ તેને પશુપાલન માટે કોઈ બેન્કે લોન દીધી નહી.  એકધારી ૧૦ વાર લોન માટે અરજી કરવા છતા તેમના હાથે નિરાશા જ લાગી.  જેમ તેમ રામ કુમારે શાહુકારો પાસેથી ૧૦લાખ રૂપિયા નું ઉધાર લઈ ગામ માં દુધ ની ડેરી ખોલી હતી, પણ નુક્સાન સિવાય તેના હાથ નાં કઇ ન આવ્યું.  એકધારા ઉધાર લેવાથી તે ઉધાર નાં ભાર નીચે દબાઈ ગયા. જ્યાર બાદ તેમણે મુખ્યમંત્રી થી લઈ પ્રધાનમંત્રી સુધી  આની ફરીયાદ કરી. ચારે બાજુ રહેલી નિરાશા અને ઉધાર થી પીછો છોડાવવા માટે  રામકુમારે પોતાની કિડની ને નીલામ કરવાનો નિર્ણય લીધો.

જ્યારે દેશમાં હજારો ખેડુતો સારો પાક ન થવા અને ઉધાર નાં ભાર નીચે દબાઈ જવાને કારણે આત્મહત્યા કરવા માટે મજબુર છે, એવા માં રામ કુમાર જેવા ખેડુત નું કિડની વેચવા માટે એલાન કરવું, સરકાર નાં એ બધા જ વાયદાઓ ની પોલ ખોલી દે છે જેમાં કહેવા માં આવે છે  કે ખેડુત તેમની પ્રથમ પ્રાથમિકતા છે અને તેમના ભલાઈ માટે  સરકાર કેટલાય મહત્વ નાં પગલા ભરી છે અને યોજનાઓ બનાવી રહી છે.

[quads id=1]

Related Articles

Back to top button