રહસ્ય માટેલીયા ધરાની નીચે જ ખોડિયાર માતાનું સોનાનું મંદિર આવેલું છે પણ આજ દિન સુધી મંદિર દેખાયું નથી
જે શ્રદ્વા સાથે જોડાયેલી છે. અને શ્રદ્વાની વાત હોય ત્યાં પુરાવાની જરૂર ના હોય ઝાડ હોય કે, કૂવો, વાવ હોય કે ધરો તેની પોતાની આગવી લોકકથા છે. આવી છે એક કથા છે માટેલીયા ધરાની. મોરબીના વાંકાનેરથી 17 કિલોમીટર દૂર આવેલું ખોડિયાર માતાનું મંદિર માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ સમગ્ર દેશમાં જાણીતું છે.
જેટલી જ શ્રદ્વા અહી માતાજી સાથે જોડાયેલી એટલી શ્રદ્વા અહી આવેલા માટેલીયા ધરાના પાણી સાથે જોડાયેલું છે. કહેવાય છે કે માટેલીયા ધરામાં કયારેય પાણી ખૂટતું નથી. સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉનાળા દરમિયાન પાણીની અછતનો સામનો કરવો પડતો હોય છે. પણ અહી આવેલા ધરામાં કયારે પાણી સુકાતું નથી.
તમને જણાવી દઈએ કે માટેલ ગામમાં આવેલી ભેખડો ઉપર ખોડિયાર માતાનું મંદિર આવેલું છે. મંદિરમાં ચાર પ્રતિમા છે. આવડ, ખોડિયાર, હોલબાઈ અને બીજબાઈની અહી આવેલું વૃક્ષ, માટેલીયો ધરો અને મા ખોડિયારના પરચા જોડાયેલા છે. ખોડિયાર માતાએ ડોશીમા બનીને પરચા આપ્યા હોય તેવી કથાઓ પણ છે.
તો માટેલીયા ધરો, અહીનું વૃક્ષ અને મંદિરમાં રહેલુ ત્રિશૂળ દરેક સાથે એક અલગ કથા જોડાયેલી છે. કહેવામાં તો ત્યાં સુધી આવે છે કે, આ માટેલીયા ધરાની નીચે જ ખોડિયાર માતાનું સોનાનું મંદિર આવેલું છે. પણ આજ દિન સુધી ધરાનું કયારેય પાણી સુકાયું નથી. અને મંદિર દેખાયું નથી. એકવાર એક રાજાએ તે પ્રયાસ કરી પણ જોયો. પરંતુ માતાજીના પરચા સામે તેના તમામ પ્રયાસ નિષ્ફળ નિવડયા.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…