સોશિયલ મીડિયા પર એક નવી-નવેલી કાશ્મીરી દુલ્હનનો વિડીયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. આ સુંદર કાશ્મીરી દુલ્હને દુલ્હાની સાથે પોતાની ગાડી ચલાવીને સાસરીમાં જવાનો નિર્ણય કર્યો. લોકોને કાશ્મીરી દુલ્હનનો આ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, કાશ્મીરી છોકરીના લગ્ન બે દિવસ પહેલા ઉત્તરી કાશ્મીરના બારામૂલા જિલ્લામાં થઈ હતી. દુલ્હા-દુલ્હન બંન્ને કાશ્મીરના જ રહેવાસી છે.
આ વિડીયોને એક ટ્વીટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. દુલ્હો અને દુલ્હનને પોતાના લગ્નના પોશાકમાં જોઈ શકાય છે અને તે હસી રહ્યા છે. વિડીયોમાં દુલ્હન ખુશી-ખુશી પોતાની સાસરીમાં જઈ રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે દુલ્હન મહિન્દ્રા થાર ચલાવી રહી છે. આ વિડીયો સાથે કેપ્શન લખવામાં આવ્યું છે કે, એક દુલ્હન-દુલ્હા સાથે પોતે ગાડી ચલાવીને પોતાની સાસરીમાં જઈ રહી છે.
સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે અને લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. દુલ્હનને મહિન્દ્રા થાર ચલાવતી જોઈને લોકો પણ ચોંકી ગયા છે. આ જ કારણ છે કે, આ વિડીયો જોઈને લોકો હ્યદયસ્પર્શી કમેન્ટ્સ કરી રહ્યા છે. મોટાભાગના ટ્વીટર યુઝર્સે કમેન્ટ સેક્શનમાં જઈને દુલ્હા-દુલ્હનને અભિનંદન આપ્યા અને વિડીયોને સુંદર ગણાવ્યો. એક યુઝરે કમેન્ટ્સ કરતા લખ્યું કે, મારા માટે આ ખૂબ જ સુંદર નજારો છે.
આ વિડીયોને લોકોએ સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કર્યો છે. જે લોકો આ વિડીયોને જોઈ રહ્યા છે તે તમામ લોકો આ કાશ્મીરી દુલ્હનના વખાણ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર સામાન્ય રીતે દુલ્હનના કેટલાય વિડીયો પોસ્ટ કરવામાં આવે છે અને જેને લોકો ખૂબ જ પસંદ કરે છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…