यस्मिन् देशे न सम्मानो न वृत्तिर्न च बान्धवाः ।न च विद्या डडगमः कश्चित् तं देशं परिवर्जयेत ॥
ઉપરના સંસ્કૃત શ્લોકમાં ચાણક્યએ કહ્યું છે કે જે દેશમાં માન-સન્માન ન મળે ત્યાં કોઈ જીવનની આજીવિકા ન મળે. અથવા જ્યાં કોઈ ભાઈ-ભાંડુ રહેતા ન હોય. વિદ્યાભ્યાસ કરવા માટે પણ શક્ય એટલા પૈસા આપી શિક્ષણ મળે તો તે શિક્ષણનું મૂળ તત્વ જે દેશમાં રહેતા હોય ત્યાં ઘટી જાય છે. પરંતુ પછી તે જગ્યાએ રહેવાનો કોઈ ફાયદો નથી.
વ્યક્તિના જીવનમાં અપમાનથી મોટું કોઈ વિષ નથી. માણસની નોકરીનું બેકારીથી મોટું કોઈ દુઃખ નથી. જ્યાં કોઈ સગાંસંબંધી કે ભાઈબંધ ન હોય એ સ્થળ સ્વર્ગ હોય તોપણ ત્યાં મન લાગતું નથી. મુખમાં બિરાજતી સરસ્વતિ તો આપણો પ્રાણ છે. તે મનુષ્યની પ્રગતિનો સૌથી મોટો આધાર છે. વિદ્યા એજ આપણને પશુમાંથી માનવ બનાવે છે.
જ્યાં આ ચારેય માન-સમ્માન, આજીવિકા, ભાઈબંધ અને સરસ્વતિનો અભાવ હોય એ સ્થળ પર ક્યારેય ના રહેવું જોઈએ. જો આવું સ્થળ હોય તો એ આપણને સર્વ રીતે પતન કરી અંધકાર અને ઉદાસીની ઊંડી ખાઈમાં લઈ જાય છે. જ્યાંથી પાછા ફરવાનો કોઈ અર્થ નથી.
પરંતુ આજકાલ ચાલતા આ મહામારીના સમયમાં જે રીતે આપણે જીવન જીવીએ છીએ, એમાં મોટો ફાળો આપણા દેશ અને આપણી સંસ્કૃતિનો રહ્યો છે. જ્યારે આપણને બધા જ દેશોમાં રહેતા ભારતીય કે જે અભ્યાસ માટે ગયા હતા એમને પણ બધુ બંધ થતાં અભ્યાસ છોડીને અહી ભારતમાં પરત ફરવું પડ્યું હતું.
આપણી આસપાસ ઘણા એવા ઉદાહરણ હોય છે. જેનું મૂલ્ય સમજો તો લાખ ઘણું વધી જાય છે. એક એવા વ્યક્તિત્વથી ભરપૂર વ્યક્તિ છે જેમની જવાબદારી સમાજમાં સારા વ્યક્તિ કરતાં લોકોને મદદ કરવામાં વધુ રસ છે. કારણ કે જો હું એકલો આગળ વધીશ તો હું જ આગળ આવીશ.પરંતુ હું બધા સાથે રહીશ તો બધા જ મારી સાથે આગળ વધશે.
વ્યક્તિએ સમય આવતા પોતાના વ્યક્તિત્વને વધુ લોકો સાથે શેર કરતાં રહેવું જોઈએ.વધુ મિત્રોને આ કાર્યમાં જોડાવવા માટે પ્રેરણા આપતું રહેવું જોઈએ. કહેવાય છે કે અડગ મનના મનુષ્યને હિમાલય પણ નડતો નહિ.પણ જો મનુષ્ય ધારે તો બધુ કરી શકે છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…