એક મેડિકલ વાળા ને હરામ ની કમાણી કેવડી મોંઘી પડી તે જાણવું હોય તો આ લેખ ખાસ વાંચજો
પંજાબ ના એક શહેર માં પોતાનો મેડિકલ સ્ટોર ચલાવનાર મહેશભાઈ(નામ બદલાવેલ છે) એ પોતાના જીવન નો એક પ્રસંગ કહી ને આવા બિઝનેસ સાથે જોડાયેલા લોકોની આંખો ખોલી નાખી.
મહેશભાઈ એ વાત શરૂ કરતાં કહ્યું કે “મારી મેડિકલની દુકાન ખૂબ જ સારી રીતે ચાલતી હતી અને મારી આર્થિક સ્થિતિ પણ ખૂબ સારી હતી. મે સારી એવી કમાણી કરી ને ઘર અને જમીન ખરીદી હતી અને મારા તબીબી સ્ટોરની સાથે ક્લિનિકલ પ્રયોગશાળા પણ ચાલુ કરી હતી. હું હવે ખોટું નહીં બોલી શકું. હું ખૂબ જ લોભી પ્રકારનો માણસ હતો, કારણ કે તબીબી ક્ષેત્રે, ડબલ નહીં, પણ ઘણી વખત કેટલાય ગણી કમાણી કરી હતી.
ક્યારેક કોક મને 2 રૂપિયા ઓછા લેવાનું કહે તો હું તરત ના પડી દેતો. વર્ષ 2008 માં એક વૃદ્ધ માણસ ઉનાળા દરમિયાન મારા સ્ટોર પર આવ્યો. તેણે મને ડોક્ટર ની પ્રિસ્ક્રિપ્શન આપી. મેં દવા વાંચી અને બહાર કાઢી અને તેનું બિલ 560 રૂપિયા થઈ ગયું હતું. પણ વૃદ્ધ માણસ મુંજવણ માં હોય એવું લાગી રહ્યું હતું કેમકે તેની પાસે કુલ 180 રૂપિયા હતા. હું તે સમયે ખૂબ જ ગુસ્સે હતો કારણ કે મારે તે વૃદ્ધ વ્યક્તિની દવા ભેગી કરવા માટે ઘણો સમય લેવો પડ્યો હતો અને તેનાથી ઉપર તેની પાસે પૈસા પણ નહોતા.
મેં તે સમયે તે વૃદ્ધાને તેને દવા પાછું મૂકવાનું કહ્યું ત્યારે વૃદ્ધે કહ્યું, “મદદ કરો. મારી પાસે પૈસા ઓછા છે અને મારી પત્ની બીમાર છે.
અમારા બાળકો પણ અમારું ધ્યાન રાખતા નથી. હું વૃદ્ધાવસ્થામાં મારી પત્ની ને મરતા જોઈ શકતો નથી. ”
અહીં હું એક વાત કહેવા માંગુ છું કે હકીકતમાં તે વૃદ્ધ વ્યક્તિ માટેની દવાઓની ખરીદી ની કુલ રકમ 120 રૂપિયા હતી. ભલે મેં તેની પાસેથી 150 રૂપિયા લીધા હોત, તો પણ મે 30 રૂપિયાનો નફો કર્યો હોત. પણ મારા લોભે તે વૃદ્ધ લાચાર વ્યક્તિને પણ છોડ્યો નહીં. ત્યારે મારી દુકાન પર આવેલા બીજા ગ્રાહકે તેના ખિસ્સામાંથી પૈસા કાઢયા અને તે વૃદ્ધાની દવા ખરીદી.પરંતુ તેની પણ મારા પર કોઈ અસર ન હોતી થઈ. મેં પૈસા લીધા અને વૃદ્ધાને દવા આપી દીધી.
હવે મારા કર્મ ભોગવવાનો સમય આવી ગયો. મારા એકમાત્ર પુત્રને મગજની ગાંઠ છે. પહેલા તો અમને ખબર નહોતી. પરંતુ જ્યારે તેનો ખ્યાલ આવ્યો ત્યારે પુત્ર મૃત્યુની ધાર પર હતો. પૈસા વહેતા રહ્યા અને છોકરાની માંદગી વધુ વકરી. પ્લોટ વેચાઇ ગયા, જમીન વેચી દીધી અને અંતે મેડિકલ સ્ટોર પણ વેચી દીધો હતો પરંતુ મારા પુત્રની તબિયત બિલકુલ સુધરી નથી. તેનું ઓપરેશન પણ થયું અને જ્યારે બધા પૈસા નીકળી ગયા ત્યારે આખરે ડોક્ટરો એ મને મારા દીકરાને ઘરે લઈ જઈ તેની સેવા કરવા કહ્યું.
વધુ માંદગી ને કારણે મારા પુત્રનું 2012 માં અવસાન થયું . આજીવન કમાવ્યા પછી પણ હું તેને બચાવી શક્યો નહીં. 2015 માં મને લકવા થયો અને બીજી ઇજાઓ થઈ. આજે જ્યારે હું મેડિકલે દવા લેવા જાવ છું ત્યારે તેના ભાવ મને જાણે ડંખ મારી રહ્યા હોય એવું લાગે છે કારણકે મને એ દવા ની વાસ્તવિક કિંમત ખબર છે અને છતાં હું કાઇ કરી શકતો નથી.
એક દિવસ તો એવો આવ્યો હતો કે હું મેડિકલ સ્ટોર પર કેટલીક દવાઓ લેવા ગયો હતો અને 100 રૂપિયાની ખરીદી નું ઈંજેક્શન મને 700 રૂપિયામાં અપાયું હતું. પરંતુ તે સમયે મારા ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા હતા અને મારે ઇન્જેક્શન વિના મેડિકલ સ્ટોરથી પાછા આવવું પડ્યું. તે સમયે મને તે વૃદ્ધ વ્યક્તિની ખૂબ યાદ આવે છે અને મારા ભૂતકાળ ના કર્મો યાદ આવે છે.
હું લોકોને કહેવા માંગુ છું, એ વાત બરાબર છે કે બધા કમાણી કરવા જ બેઠા છે, બધા ને પેટ છે, પરંતુ ઈમાનદારી થી માપસર નો નફો લઈ ને વેપાર કરો. ફટાફટ પૈસાવાળા બની જવાની લાલસા રાખો નહીં. કારણકે સ્વર્ગ અને નરક અહી જ છે. ભાઈઓ, બહેનોઅને મિત્રો, વડીલો કોઈ ને કારણ વગર નડવું નહીં, કોઈ નાના માણસની હાય લેવી નહી, તમારૂ હક્કનું ન હોય તો નડો નહીં અને હરામની આવક ઘરે લાવવી નહીં પછી ધંધો હોય કે નોકરી.