બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત જલ્દી જ OTT પ્લેટફોર્મ ભર પોતાનું પ્રથમ પગલું ભરવા જઈ રહી છે. કંગના રનૌત કોઈ ફિલ્મ અથવા વેબ સિરીઝ દ્વારા નહીં પરંતુ હોસ્ટ તરીકે વેબ સિરીઝ પર પ્રથમ પગલું ભરવા જઈ રહી છે. એકતા કપૂરના પ્રોડક્શનમાં બની રહેલો આ શો ડેટિંગ અને રોમાન્સ પર આધારીત રહેશે. આ શોમાં કંગના રનૌત હોસ્ટ તરીકે જોવા મળવાની છે. તેની સાથે જાણવા મળી રહ્યું છે કે, આ શો અમેરિકન રિયાલિટી શો Temptation Island પર આધારિત હશે.
કંગના રનૌતે ડીલીટ કરી પોસ્ટ
કંગના રનૌત દ્વારા ઇન્સ્ટાગ્રામ પર એક માહિતી શેર કરવામાં આવી હતી જેને તેને બાદમાં આ માહિતી ડીલીટ કરી દીધી હતી. કંગના રનૌતે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, તે પ્રથમ વખત કોઈ શો હોસ્ટ કરવા જઈ રહી છે. કંગના રનૌતે ઇન્સ્ટા સ્ટોરીઝમાં એક સ્ક્રીનશોટ શેર કર્યો હતો. જેમાં જણાવવામાં આવી રહ્યું હતું કે, કંગના જલ્દી જ એકતા કપૂરના કોઈ શોની ભાગ બનશે.
OTT પર કંગના રનૌતનું પ્રથમ પગલું
આર્ટીકલની સાથે કંગના રનૌતે જણાવ્યું છે કે, ‘જીવનમાં પ્રથમ વખત કોઈ શો હોસ્ટ કરવા જઈ રહી છું. લેડી બોસ એકતા કપૂર માટે.’ તેમ છતાં તેણે તેની ઇન્સ્ટા સ્ટોરીમાં વધુ કોઈ જાણકારી શેર કરી નહોતી. તમને જણાવી દઈએ કે, છેલ્લા દિવસમાં એકતા કપૂરના પ્રોડક્શન હાઉસ ALTBalaji એ એક રિયાલિટી શો વિશેમાં જાહેરાત કરી હતી, જેનું પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું હતું.
ALT બાલાજીએ આ આપ્યા હતા આ સંકેત
પોસ્ટર મુજબ, ‘એકતા કપૂર સૌથી મોટા અને ફિયરલેસ રિયાલિટી શોની જાહેરાત કરવા જઈ રહી છે. આ પોસ્ટના કેપ્શનમાં મેકર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘રમત હવે શરૂ થશે. શું તમે એક્સાઈમેન્ટના આ દરિયામાં ડૂબકી લગાવવા તૈયાર છો? ગાંડા થવાનો સમય આવી ગયો છે.’ કંગના રનૌત અને એકત કપૂરનો આ શો OTT પ્લેટફોર્મ MX Player પર પ્રસારિત કરવામાં આવશે.