Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
પ્રેરણાત્મક

કામ સાથે નિભાવી જવાબદારી, સ્કૂટર પર બાસ્કેટમાં બેસાડીને 2 વર્ષની દીકરીને કામ પર સાથે લઈ જતાં એક ડિલિવરી મેનની આ કહાની છે

આ કહાની એક ચીનના ડિલિવરી મેનની છે. જે પોતાની દીકરી 6 મહિનાની હતી ત્યારથી સ્કૂટર પર બાસ્કેટમાં બેસાડીને કામ પર સાથે લઈ જાય છે. આ દીકરીને ન્યુમોનિયા થવાથી પરિવારે બધા જ પૈસા ખર્ચી નાખ્યા હતા. આથી ઘર ચલાવવા માટે ડિલિવરી મેન અને તેની પત્ની બંને નોકરી કરે છે. બંને આ દીકરીને વાર ફરતી કામ પર સાથે લઈ જાય છે.

આજ કાલ સોશિયલ મીડિયા પર એક બાપ-દીકરીની જોડીનો હ્રદય પીગળી જાય એવો વીડિયો વાઈરલ થઇ રહ્યો છે. ચીનની એક પ્રેરણાદાયક આ વાત છે. ચીનમાં એક ડિલિવરી મેન છે જેનું નામ લિ છે. એ જે જગ્યાએ કામ પર જાય છે ત્યાં તેની બે વર્ષની દીકરી ફિએરને પોતાની સાથે જ લઇ જાય છે.

ડિલિવરી મેનએ પોતાના સ્કૂટરની આગળ નાનકડું બાસ્કેટ મુકાવ્યું છે. આ બાસ્કેટ તેની દીકરી માટે જ મુકાવ્યું છે. તેમાં દીકરીને બેસાડે છે અને તે કામ કરતાં કરતાં તેનું ધ્યાન રાખે છે. લિ ની પત્ની પણ નોકરી કરે છે. પરિવારનું ગુજરાન ચલાવવા માટે પતિ પત્નીએ કમાવવું પણ જરૂરી હોય છે અને દીકરીને સાચવવી એ પણ ખૂબ જરૂરી હોય છે.

દીકરી ફિએર 6 મહિનાની હતી ત્યારથી લિ તેની તેને બાસ્કેટમાં બેસાડી પોતાની સાથે કામ પર લઇ જાય છે. આ દીકરી લિએર અત્યારે બે વર્ષની થઇ ગઈ છે. મોટી થઈ ગઈ હોવાથી તેના પપ્પાને તેમના કામમાં જરાક પણ હેરાન કરતી નથી. જ્યારે ફિએર નાની હતી ત્યારે પણ તે શાંતિથી બાસ્કેટમાં બેસી રહેતી હતી અને તેમાં જ સૂઈ જતી હતી.

ત્યારે પણ ફિએર તેના પપ્પીયને હેરાન કરતી નહોતી. લિ કામ પર જતો ત્યારે તેની સાથે દૂધનો બોટલ અને ડાયપર લઈ જવાનું ક્યારેય ભૂલતો નહીં. લિ ને જ્યારે કામ માંથી સમય મળે ત્યારે ફિએરનું ડાયપર બદલવી નાખતો.

ચાઈનીઝ ન્યૂઝ એજન્સીને લિએ કહ્યું, હું ડિલિવરી મેનનું કામ કરું છું, આ કામ કરતાં કરતાં હું મારી દીકરીને મારી સાથે જ રાખું છું. થોડા કારણોને લીધે 2019ના મે મહિનાથી મે ફિએરને મારી સાથે કામ પર લઈ જવાનું ચાલુ કર્યું. અમે ઘણી કઠિન મુશ્કેલીમાંથી નીકળ્યા પણ અમારી દીકરીનું સ્મિત મને હિંમત આપે છે.

લિ અને તેની પત્ની બંને નોકરી કરે છે. તેઓ વારાફરતી દીકરીનું ધ્યાન રાખે છે. સવારના સમયે  ફિએર તેના પિતા સાથે કામ પર જાય છે જ્યારે સાંજના સમએ તેની માતા સાથે સમયપસાર કરે છે. જ્યારે ફિએર 5 મહિનાની હતી ત્યારે તેને ન્યૂમોનિયા થઇ ગયો હતો. આ દીકરીને સાજી કરવા માટે પરિવારે બધા જ પૈસા ખર્ચી નાખ્યા હતા. આ પછી દીકરી ફિએરના સારા ભવિષ્ય માટે માતા-પિતા ખૂબ જ મહેનત કરે છે. જે ઉંમરે બાળકોને રમકડાંથી રમવાનો સમય છે આવા  દિવસોમાં ફિએર તેના પિતા સાથે બાસ્કેટમાં ફરતી હોય છે.

આ બાપ-દીકરીનો વીડિયો વાઈરલ થયા પછી ઘણા લોકોએ લિ ને રૂપિયાની મદદ કરવા તૈયાર થયા છે. લિએ કોઈ પણ પાસેથી દાન લેવાનું સ્વીકાર્યું નથી. લિ એ કહ્યું,મારા જીવનનો એક મંત્ર છે: માટે ખુશી માટે એક પણ રૂપિયાની જરૂર નથી.

 

[quads id=1]

Related Articles

Back to top button