Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
પ્રેરણાત્મક

કળયુગનો શ્રવણ કુમાર: દીકરાએ માતા માટે કર્યું એવું કામ કે લોકો એ કર્યા ખૂબ વખાણ

સામાન્ય રીતે સંતાન પોતાની બીમાર મા ની સેવા કરીને અને સારો ઈલાજ કરાવીને એમને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરે છે. પણ આયર્લેન્ડના એક વ્યક્તિએ તેની અલ્ઝાઈમરથી પીડિત મા ની સેહત માટે અનોખો ઉપાય અપનાવ્યો. એ વ્યક્તિએ મા ને દુનિયાભરની સેર કરાવી અને એની અસર એ થઈ કે મા ની હાલતમાં સુધાર આવવા લાગ્યો.

જો કે ૨૦૧૯માં ચેસ્ટ સંક્રમણને કારણે એ મહિલાનું મૃત્યુ થયું પણ મા ની માટે દીકરાનો પ્રેમ કોઈ સંદેશથી ઓછો નથી. હકીકતમાં શીન ઓસલાઈ નામના વ્યક્તિ એ કડાકાની ઠંડીથી બચવા માટે સૌથી પહેલા પોતાની મા મેરી ને નેપાળ લઈ જવાનો નિર્ણય કર્યો

ત્યા તે ફક્ત હાલવા ચાલવા જ ન લાગી પણ વાતો પણ કરવા લાગી. એમણે કેટલાંક નવા શબ્દો પણ શીખ્યા. આ જોઈને શીન ઓસલાઈ આશ્ચર્ય પામ્યો અને તેણે મા ની સાથે દુનિયા આખી ફરવાનો નિર્ણય કર્યો.

હોળીનો તહેવાર મનાવ્યો: આ દરમિયાન એમણે હિમાલયમાં રંગોના ઉત્સવ હોળીમા પણ ભાગ લીધો, જેને જોયા બાદ મા-દીકરો બંન્ને ખુબ ખુશ થયા. ત્યાર બાદ તેઓ ઈટાલીનાં માઉંટેન જોવા જતા રહ્યા. જીવનનાં છેલ્લા વર્ષમાં હું મારા દીકરાની સાથે દક્ષિણ આફ્રીકાની ટ્રીપ પર ગઈ જ્યા રેતી જોઈને એમણે શાંતિ અનુભવી. શીનનું કહેવું છે કે મા ની સાથે યાત્રા કરીને એમને ઘણી ખુશી મળી. એમને થયું કે તેઓ ઓછામાં ઓછું કઈક તો કરી શક્યા મા ની ખુશી માટે, કે જેમણે જીવનભર એમના માટે બધું જ કર્યું.

કેર હોમમાં ન મોકલ્યા: શીનનું કહેવું છે કે ફરવાથી મા ના અલ્ઝાઈમરમા ગીરાવટ આવી સાથે જ નેપાળ યાત્રા દરમિયાન જોયું કે એમની ક્ષમતાઓ પાછી આવી રહી હતી. કંઈ સમજાયું નહી તો ડોક્ટર ને મળ્યો, જેમણે કહ્યુ કે આ બધો નવો સુધાર છે. ત્યા તેઓ બધા સાથે ખુબ સારી રીતે હળી ભળી ગયા હતા. શીનનું કહેવું છે કે મા સાથે એમનો લગાવ વધારે હતો આથી જ્યારે ૨૦૧૮માં મા ની હાલત બગડી તો પરિવારમાં એમને કેરહોમમાં મોકલવાની ચર્ચા શરુ થઈ પણ શીને એનો વિરોધ કર્યો.

શીનના મુજબ એ એમના માટે બરાબર નોહતું એટલે જ મે મારા જીવનની બીજી બાબતો કરતાં મા ને સમય દેવાનું શરૂ કર્યુ અને દરેક સમયે એમની સાથે રહેવા લાગ્યો. શીનના મુજબ એમની મા મેેરીને ફરવું ઘણું ગમતું. તે તળાવનાં કિનારે ફરતી અને બાળકો સાથે વાતો કરતી.

નેપાળ જઈને એમણે નમસ્તે કહેવાનું શીખ્યું હતું અને સવાર-સાંજ બાળકો ની સાથે મુલાકાત થતા નમસ્તે બોલતી હતી.
બાળકોને પણ એમનો સાથ પસંદ હતો અને તેઓ એમનું માથું પણ ઓળાવતા, એમની સાથે રમતા અને વાતો કરતા. પણ થોડા સમય બાદ બન્ને પાછા જતા રહ્યા. ત્યા પણ તેઓ મા સાથે ચર્ચ અને કેટલાંક મનપસંદ રેસ્ટોરન્ટમાં પણ ગયાં. ચેસ્ટ સંક્રમણના કારણે વર્ષ ૨૦૧૯માં ૮૩ વર્ષની ઉમરમાં મેરીનું મૃત્યુ થયું.

[quads id=1]

Related Articles

Back to top button