જ્યોતિષશાસ્ત્ર અનુસાર પોખરાજ રત્ન ધારણ કરવાથી ધન અને સંપત્તિમાં વધારો થાય છે, પરંતુ તે આ રાશિના લોકો માટે બિલકુલ અનુકૂળ નથી.

જ્યોતિષ અનુસાર જો ગુરુ ગ્રહ કુંડળીમાં મજબૂત સ્થિતિમાં હોય તો વ્યક્તિને તમામ સુખ પ્રાપ્ત થાય છે. જો પોખરાજ અનુકૂળ હોય, તો તે જીવનમાં સમૃદ્ધિ અને સુખ લાવે છે. જાણો પોખરાજ પહેરવાના અન્ય ફાયદા શું છે, કોને અનુકૂળ છે અને કોના માટે તે ખતરનાક બની શકે છે.
પોખરાજ રત્નને પહેરવાથી થતાં ફાયદા: પીળા રંગના પોખરાજ રત્ન સૌથી કિંમતી રત્નોમાંનો એક રત્ન છે. ગુરુ ગ્રહની શુભ અસર વધારવા માટે આ રત્ન પહેરવાની સલાહ આપવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો ગુરુ ગ્રહ કુંડળીમાં મજબૂત સ્થિતિમાં હોય તો વ્યક્તિને તેનાથી બધા જ સુખ પ્રાપ્ત થાય છે. પરંતુ આ રત્ન પહેરતા પહેલા, ચોક્કસપણે કોઈ જ્યોતિષની સલાહ લેવી જોઈએ. આ રત્ન અલ્સર, મરડો, સંધિવા, હૃદય રોગથી પીડાતા લોકો માટે ફાયદાકારક માનવામાં આવે છે.
પોખરાજ રત્નને કરવાથી બુદ્ધિ અને જ્ઞાન વધે છે. વ્યક્તિ સરળતાથી પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. આ રત્ન મનને શાંતિ પ્રદાન કરે છે અને દરેક ક્ષેત્રમાં વ્યક્તિને સફળતા અપાવવાનું કામ કરે છે. જે છોકરીઓના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તેમને પણ આ રત્ન પહેરવાની સલાહ આપવામાં આવે છે. પોખરાજ રત્ન ધારણ કરવાથી વિવાહિત જીવનમાં પણ સુખ સમૃદ્ધિ રહે છે.
પોખરાજ રત્ન કોણે પહેરવો જોઈએ: મેષ, કર્ક, સિંહ, વૃશ્ચિક, ધન અને મીન રાશિના લોકો આ રત્ન ધારણ કરી શકે છે. ખાસ કરીને આ રત્ન ધન અને મીન રાશિના લોકો માટે લાભદાયક માનવામાં આવે છે.
આ રત્ન વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ રાશિના લોકોએ પોખરાજ ન પહેરવા જોઈએ. ઉપરાંત, ધ્યાનમાં રાખો કે પોખરાજને નીલમણિ, હીરા, ગોમેદ, નીલમ સાથે ક્યારેય ન પહેરવા જોઈએ.
પોખરાજ રત્ન પહેરવાની રીતમાં પોખરાજ રત્ન ઓછામાં ઓછું 3.25 કેરેટનું હોવું જોઈએ. તેને સોના અથવા ચાંદીની વીંટીમાં પહેરી શકાય છે. વીંટી પહેરતા પહેલા તેને ગંગાજળ અથવા દૂધમાં ડુબાડીને શુદ્ધ કરવું જોઈએ. ત્યારબાદ ગુરુવારે આ વીંટી જમણા હાથની તર્જનીમાં પહેરવી. પોખરાજ રત્નની અસર 3 વર્ષ સુધી જ રહે છે. તે પછી, નવો પોખરાજ પહેરવો.