જિયોએ દેશને આપી શાનદાર તક, જલ્દી જિયોનો આ ફોન ભારતીય માર્કેટમાં મચાવશે ધમાલ, જાણો શું છે ફીચર્સ…
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાની 44 મી વાર્ષિક બેઠકમાં પોતાના નવા ફોનને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તેની સાથે તેમને ગૂગલની સાથે મળી પોતાનો અલ્ટ્રા ફોલ્ડેબલ સ્માર્ટફોન જિયો ફોન નેક્સ્ટને લોન્ચ કરી દીધો છે.
રિલાયન્સ અને ગુગલે આ ફોન સાથે મળીને બનાવ્યો છે આ ફોન સપ્ટેમ્બર મહિનામાં ગણેશ ચતુર્થી એટલે કે 10 સપ્ટેમ્બર 2021 ના રોજ માર્કેટમાં ઉપલબ્ધ થશે. ફોન વિશે વાત કરવામાં આવે તો ગૂગલ અને રિલાયન્સ બંનેની એપ્સ આ ફોનમાં ખુલશે અને કામ કરશે. જિયો નેક્સ્ટની વાત કરીએ તો, તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં સૌથી સસ્તો સ્માર્ટફોન બનવા જઈ રહ્યો છે. તો ચાલો જાણીએ આ સ્માર્ટફોનની ખાસીયતો શું છે….
Android અપડેટ્સ સમય-સમય પર ઉપલબ્ધ મળશે:
જિયો ફોન નેક્સ્ટની ટેકનોલોજી વિશે વાત કરવામાં આવે તો આ ફોનમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ સાથે કટીંગ એજ ટેકનોલોજી હશે જો કે તે ઓપ્ટિમાઇઝ હશે. આ ફોન ખાસ ભારતીય માર્કેટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. આ ફોનના વપરાશકર્તાઓ ગૂગલ પ્લે સ્ટોર પરથી તમામ એપ્લિકેશનોને ડાઉનલોડ કરી શકશે. તેની સાથે-સાથે આ ફોનમાં શ્રેષ્ઠ કેમેરો હોવાને કારણે, વપરાશકર્તાઓને Android અપડેટ્સ પણ મળતા રહેશે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે રિલાયન્સ અને ગૂગલે આ ફોન બનાવવા માટે ભાગીદારી કરી હતી. પહેલા ભારતમાં લોન્ચ કરવામાં આવશે
રિલાયન્સ જિયો અને ગુગલ સ્માર્ટફોન આ ફોનને પહેલા ભારતમાં લોન્ચ કરશે. ત્યારબાદ તેને સમગ્ર દુનિયામાં મોકલવામાં આવશે. રિલાયન્સે આ ફોનની તસ્વીરો તાજેતરમાં રજૂ કરી છે અને કેટલીક સુવિધાઓ વિશે પણ જણાવ્યું હતું. રિલાયન્સનું કહેવું છે કે, આ ફોન ભારતનો સૌથી સસ્તો ફોન હશે. આ ફોનમાં ટચ ડિસ્પ્લે હશે. આ ફોનની સુવિધાઓની વાત કરવામાં આવે તો આ ફોનમાં ગૂગલ વોઈસ આસિસ્ટન્ટ પણ સપોર્ટ કરશે.
તેની સાથે-સાથે આ ફોનમાં એક સ્માર્ટ કેમેરો પણ છે જે ગ્રાહકને સારી ક્વોલીટીનો ફોટોસ લેવામાં મદદ કરશે. આ ફોનનો કેમેરો ઓગમેન્ટેડ રિયાલિટી સાથે આવશે અને તેની સાથે-સાથે રિયાલિટી ફિલ્ટર્સને પણ સપોર્ટ કરશે. આ ફોનમાં ભાષાના ટ્રાન્સલેશન માટે પણ ઘણા ફ્યુચર ઓપ્શન આપવામાં આવ્યા છે જે વિશ્વની કોઈપણ ભાષાને સરળતાથી અનુવાદિત કરવામાં સક્ષમ હશે.
તમને જણાવી દઈએ કે, જિયો કોઈ કંપની નથી અને આ ફોન ગૂગલના સાથે મળી બનાવવામાં આવ્યો છે. તેના કારણે આ ફોનમાં ગૂગલની તમામ એપ્સ અને ગૂગલના તમામ ફિચર્સ પણ સપોર્ટ કરશે. આ ફોનમાં ગૂગલની તમામ સુવિધાઓ હશે અને તેની સાથે-સાથે યુપીપી બધી એપ્સ જેમ કે જિયો ટીવી, જિઓ સાવન પણ કામ કરશે.