જાણો મહિલાના શરીરનો કયો અંગ હોય છે સૌથી વધુ પવિત્ર, સ્ત્રી-પુરુષ બંનેને અવશ્ય ખબર હોવી જોઈએ…

આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં મહિલાઓની પૂજા કરવામાં આવે છે, ત્યાં દેવી દેવતાઓનો વાસ હોય છે. તેની વિરુદ્ધ જે લોકો મહિલાઓનું અપમાન કરે છે, તેમનું જીવન દુઃખ, કટોકટી અને સમસ્યાઓથી ભરેલું રહે છે. જ્યારે કોઈ ઘરમાં પુત્રીનો જન્મ થાય છે, ત્યારે કહેવામાં આવે છે કે લક્ષ્મી ઘરમાં અવતરિત થઇ છે. આ બધામાં વિશ્વાસ કરવા છતાં સ્ત્રીનો વારંવાર અત્યાચાર કરવામાં આવે છે.
મોટાભાગના લોકો માને છે કે સ્ત્રીને સમજવી હંમેશા મુશ્કેલ હોય છે પરંતુ વાત એવી કે છે કે સ્ત્રીને કોઈ સમજવા માંગતું નથી. સ્ત્રીની શુદ્ધતાના દાખલા આપણે કેરળ માંથી શીખવું જોઈએ. કેરળમાં મહિલાઓની પૂજા કરવામાં આવે છે. કેરળ હંમેશાં માતા તરીકે, પત્ની તરીકે, પુત્રી તરીકે, લક્ષ્મીની જેમ સ્ત્રી પૂજાની પ્રેક્ટિસ કરે છે. અહીંના લોકો માને છે કે સ્ત્રી હંમેશાં પવિત્ર હોય છે અને દેવી તેની વાસ કરે છે.
કેરળના લોકોનું માનવું છે કે જ્યાં મહિલાઓની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે, જેના કારણે તેઓ વર્ષોથી મહિલાઓની પૂજા-અર્ચના કરી રહ્યા છે. તે મહિલાઓનું સન્માન પણ કરે છે અને આ કારણે તેઓ પોતાનું જીવન ખુશીથી વિતાવે છે.
આપણા પ્રાચીન શાસ્ત્રો મુજબ બ્રાહ્મણોના પગ પવિત્ર છે, ગાયની પીઠ પવિત્ર છે, ઘોડાઓ અને બકરાઓના મોં પવિત્ર છે પરંતુ જ્યારે વાત સ્ત્રીના શરીરના કોઈ ભાગની પવિત્રતાની આવે છે, ત્યારે ઋષિમુનિઓ કહે છે કે સ્ત્રી શુદ્ધ છે. તેનો કોઈ એક ભાગ નહીં પરંતુ આખું શરીર પવિત્ર છે, સ્ત્રીના દરેક અવયવોની પૂજા કરવામાં આવે છે. આ કારણોસર મહિલાઓની હંમેશા પૂજા કરવી જોઈએ.
આપણા દેશમાં ઘણા લોકો મહિલાઓને પગની પાની માને છે. પરંતુ જો કોઈ સ્ત્રીને સાચા આદર આપવામાં આવે છે તો દેવતાઓ હંમેશાં આપણાથી પ્રસન્ન રહે છે અને તેમની કૃપા આપણા પર રહે છે, જેનાથી ઘરમાં સુખ આવે છે.