ધાર્મિક

દરેક ઈચ્છા અને મનોકામના પૂર્ણ કરતું જંડ હનુમાનનું અલૌકિક મંદિર- અહી શનિની પનોતી થાય છે દૂર

હનુમાનજી એક અમર દેવતા છે ઘણા ચમત્કાર અને પરચાઓના દર્શન કરાવતા મંદિર આપણે ત્યાં જોવા મળે છે. હનુમાનનું નામ અને દર્શન કરવાથી જ ભૂત પ્રેત અને બૂરી શક્તિનો નાશ થાય છે. ગુજરાતના વડોદરાથી થોડાક અંતરે આવેલું હિદમ્બા વનમાં આવેલું જાંબુઘોડા અભ્યારણનું જંગલ જેમાં ઝંડ હનુમાનજીની પ્રતિમા છે જે 18 ફૂટની શીલામાંથી બની છે.

આ મંદિરની કથા અને હનુમાનજીનો ઇતિહાસ મહાભારત સાથે જોડાયેલો છે, આ હનુમાનજીની ગણતરી ભારતના 10 હનુમાનના મંદિરો સાથે કરવામાં આવે છે આ મંદિરમાં ભક્તો શનિદેવના પ્રકોપથી બચવા માટે પણ અહી દર્શન કરવા આવે છે અને પૂજા અર્ચના કરી શનિદેવનો પ્રકોપ અને જીવનમાં આવતી તકલીફ દૂર થાય છે.

અહીં હનુમાનજીના ડાબા પગ નીચે શનિ દેવની ઉપસ્થિતિ છે. જેમને શનિની પનોતી નડતી હોય તેવા પીડિત અહીં આવીને શનિદેવના દર્શન કરે તો તેમની પનોતી દૂર થાય છે તેથી અહી શનિવાર અને મંગળવારે મોટી સંખ્યામાં દર્શનાથી દર્શન કરી શનિદેવની પનોતીની અસરથી મુક્તિ મેળવે છે.

આ મંદિર અતિ પ્રાચીન હોવાથી અહી મહાભારત સમયની હજી નિશાની હયાત છે અહી પાંડવોને વનવાસ મળ્યા બાદ આ મંદિરમાં રહ્યા હતા અને દ્રોપદીને તરસ લાગતા અર્જુને બાણ મારી જલધારા વહાવી હતી ભીમ અન્ન દળવા માટે જે ઘંટીથી  કાર્ય કરતો હતો તે હજી છે યાત્રી માટે તે આકર્ષણનું કેન્દ્ર છે આસપાસનું પ્રાકૃતિ વાતાવરણ પણ રમણીય છે.

અહી હનુમાન દાદાની મૂર્તિ એ ભગ્ન અવસ્થામાં છે મંદિરના પ્રવેશ દ્વારમાં રેતાળ પથ્થરોમાંથી ગણેશ સાથે શિવજીની વિવિધ મુદ્રાનું કોતરણ કામ કર્યું છે. આ મંદિર સાથે મળી આવેલ અન્ય મૂર્તિઓ અને રોમન તલવાર સાથે સૈનિક યોધ્ધાઓના પાળીયા જોતા ભૂતકાળમાં આ સ્થળ અત્યંત સુંદર અને ભરપુર હશે તેવું અહીની કળા કૃતિ કહે છે. અહી મોટે ભાગે આસપાસ વિસ્તારના આદિવાસી આવે છે જેઓ પોતાના ખેતરમાં કરેલ પાક પહેલો હનુમાનજીને ધરાવે છે પછી તે ઉપયોગમાં લે છે.

આસપાસમાં જોવાલાયક સ્થળોમાં ઝંડ હનુમાન આવતા લોકો મોટાભાગે હાથણી માતાનો વોટરફોલ જોવા જાય છે. ચોમાસામાં આવે તો ધોધનું સૌંદર્ય ખીલી ઉઠે છે ત્યારપછી તેમાં પાણીનો પ્રવાહ ઓછો થઇ જાય છે. ઝંડ હનુમાન જતા રસ્તામાં પાવાગઢના દર્શન કરીને તમે  રોપ-વેના ઉપયોગથી તમે એક કલાકમાં પાવાગઢના દર્શન કરીને આવી શકો છો પાવાગઢની તળેટીમાં જ ચાંપાનેર છે અહીં ફોરેસ્ટ વિભાગ તરફથી રહેવાની પણ વ્યવસ્થા છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago