રમત ગમત

IPL ના ઈતિહાસમાં આ ત્રણ ક્રિકેટર્સ એક પણ સિક્સર ફટકારી શક્યા નથી, ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન પણ આ યાદીમાં સામેલ

IPL ને વિશ્વની સૌથી લોકપ્રિય અને રોમાંચક ટુર્નામેન્ટ માનવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં તમામ બેટ્સમેનો પોતાની રમત દેખાડી ચર્ચામાં બન્યા રહે છે. IPL ની મોટાભાગની મેચોમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જોવા મળે છે, જે ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. શું તમે જાણો છો કે, ઓસ્ટ્રેલિયાના કેટલાક દિગ્ગજ ક્રિકેટરો IPL માં એક પણ સિક્સર ફટકારી શક્યા નથી. તેમને કેટલીક IPL મેચ રમવાની તક મળી, પરંતુ આ ખેલાડીઓનું બેટ શાંત રહ્યું છે. આજે અમે તમને એવા ત્રણ ક્રિકેટરો વિશે જણાવીશું, જેઓ IPL ના ઈતિહાસમાં એક પણ સિક્સર ફટકારી શક્યા નથી.

માઈકલ ક્લાર્ક

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્ક પોતાની શાનદાર બેટિંગ અને લાંબી સિક્સર માટે જાણીતા હતા. આશ્ચર્યની વાત એ છે કે, IPL માં તેમના બેટથી એક પણ સિક્સર વાગી નથી. IPL 2012 માં ક્લાર્ક પૂણે વોરિયર્સ તરફથી 6 મેચ રમી હતી, જેમાં તે માત્ર 98 રન જ બનાવી શક્યા હતા. તે ટૂર્નામેન્ટમાં કુલ 94 બોલ રમ્યા પરંતુ એક પણ સિક્સર ફટકારી નહોતી.

માઈકલ ક્લિંગર

ઓસ્ટ્રેલિયાના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તમામ રેકોર્ડ બનાવનાર માઈકલ ક્લિંગરે IPL 2011 માં કોચી ટસ્કર્સ કેરલા માટે 4 મેચ રમી હતી. ક્લિન્ગર આ સિઝનમાં 77 બોલ રમ્યા હતા અને તે માત્ર 73 રન જ બનાવી શક્યા હતા જ્યારે તે એક પણ સિક્સ ફટકારી શક્યા નહોતા.

કેલમ ફર્ગ્યુસન

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કેલમ ફર્ગ્યુસનને 2011 અને 2012માં IPL માં રમવાની તક મળી હતી. કેલમ ફર્ગ્યુસનને આઈપીએલમાં કુલ 9 મેચ રમવાની તક મળી હતી. જેમાં તે 117 બોલમાં માત્ર 98 રન જ બનાવી શક્યા હતા. આ સિવાય તે એક પણ સિક્સર ફટકારી શક્યા નહોતા.

 

[quads id=1]

Related Articles

Back to top button