ભારત અને શ્રીલંકા સામે આ મહિનાની શરૂઆતમાં બે મેચની ટેસ્ટ સીરીઝ રમાઈ હતી. આ સીરીઝની બીજી મેચ બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતે આ મેચ 238 રનથી જીતી લીધી હતી. પરંતુ આ સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે ઘણી મુશ્કેલ હતી અને બંને ટીમો વધુ મોટો સ્કોર બનાવી શકી નહોતી. શ્રીલંકાની બેટિંગ સંપૂર્ણ ફ્લોપ રહી હતી. હવે આ પીચને લઈને ICC પેનલ તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે. ICC એ આ પીચને ‘એવરેજથી પણ નીચે’ ની રેટિંગ આપી છે.
ICC ની મેચ રેફરીની એલિટ પેનલમાં સામેલ જગવાલ શ્રીનાથે પિચને સરેરાશ કરતા ખરાબ ગણાવી છે અને આ મેદાનને એક ડિમેરિટ પોઈન્ટ આપ્યો છે. શ્રીનાથે પિચ પર પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, “પિચ પ્રથમ દિવસે ઘણી ટર્ન લેવા લાગી હતી. દરેક સેશન સાથે તેમાં સુધારો થયો, પરંતુ મારા મતે તે બેટ અને બોલ વચ્ચેની લડાઈ નહોતી.” આ જ કારણ હતું કે, ભારતીય ટીમ પ્રથમ દાવમાં 252 રન બનાવી શકી હતી. જ્યારે શ્રીલંકાની સંપૂર્ણ ટીમ 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
નિયમો અનુસાર, “જ્યારે કોઈ સ્થળને 5 કે તેથી વધુ ડીમેરિટ પોઈન્ટ્સ મળે છે, ત્યારે તેને 12 મહિના માટે કોઈપણ ઈન્ટરનેશનલ ક્રિકેટનું આયોજન કરવાથી સસ્પેન્ડ કરવામાં આવે છે. જ્યારે કોઈપણ મેચમાં 24 મહિના માટે 10 ડીમેરિટ પોઈન્ટ્સ હોવા પર ઈન્ટરનેશનલ ક્રિકેટનું આયોજન કરવાથી સસ્પેન્ડ કરવામાં આવે છે.” આઈસીસીના નિયમો મુજબ, કોઈપણ રોલિંગ ડીમેરિટ પોઈન્ટ પાંચ વર્ષ માટે ગણવામાં આવે છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…