આજકાલ હવે લોકોને કોઈ પણ વાત સહન થઇ રહી નથી અને લોકોને નાની નાની વાતોમાં ગુસ્સો આવી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. જેને લઈને અનેક એવા બનાવો સામે આવી રહ્યા છે જેને લઈને આપણે વિચારી પણ શકતા નથી કે આટલી વાતમાં લોકો આવું પણ પગલું ભરી શકે છે ત્યારે આજે પણ એક આવો બનાવ સામે આવ્યો છે, જેને લઈને એક વૃધ્ધે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
આ આપઘાતના બનાવ સુરતના ડીંડોલી વિસ્તારમાંથી સામે આવ્યો છે. આ બનાવની માહિતી અનુસાર સુરતના ડીંડોલી વિસ્તારમાં પત્નીએ ચા આપવામાં મોડું કરતાં વૃધ્ધ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મળતી માહિતી મુજબ ડિંડોલીમાં માધવ કોમ્પ્લેક્સની પાછળની શ્રદ્ધા સોસાયટીમાં રહેતા બંસીલાલ આનંદા સોનાવણે (62)એ તેમની પત્નીને સાંજે ચા બનાવવા કહ્યું હતું.
પત્ની મંગળાબેને ચા બનાવવામાં થોડો સમય લીધો. આ બાબતે દંપતી વચ્ચે ઝઘડો થવા લાગ્યો. આ પછી બંસીલાલે ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. ઘટના સ્થળે પહોંચેલી ડીંડેલી પોલીસે લાશનો કબજો મેળવી પીએમ માટે મોકલી આપી હતી.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…