રાજકારણ

જો દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા મફત વીજળી આપી સરકાર ચાલી શકે તો ગુજરાત માં કેમ નહિ: ઇન્દ્રનીલ રાજ્યગુરુ

જો દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા મફત વીજળી આપી સરકાર ચાલી શકે તો ગુજરાત માં કેમ નહિ: ઇન્દ્રનીલ રાજ્યગુરુ

દિલ્લી અને પંજાબમાં જો ફ્રી વીજળી મળી શકતી હોય તો ગુજરાતમાં કેમ નહીં. દેશમાં ગુજરાતમાં સૌથી મોંઘી વીજળી મળે છે. જો દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા મફત વીજળી આપી સરકાર ચાલી શકે તો ગુજરાત માં કેમ નહિ? ગુજરાતમાં 15 જૂનથી આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ફ્રી વીજળીનું આંદોલન ચલાવી રહી છે. આ ફ્રી વીજળી આંદોલનને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દિવસ-રાત કામ કરીને ગુજરાતમાં ઘરે-ઘરે પહોંચાડ્યું છે. ત્યારે હવે આ AAP નું ફ્રી વીજળી આંદોલન જન આંદોલન બની ગયું છે. ત્યારે આ મામલે ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન સામે આવ્યું છે.

ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ જણાવ્યું હતું કે, મનસુખ વસાવા જે એક જવાબદાર પદવી પર છે તેમણે લોકોને વીજળી મફત ના આપી શકાય એવું ન કેહવું જોઈએ. વીજળી પાછળ ભ્રષ્ટાચાર બંધ થાય તો લોકોને મફત વીજળી આપવું શક્ય છે. ભાજપ સરકારે વીજળી પાછળ ભ્રષ્ટાચાર કરવા સરકારી ઉત્પાદન કેન્દ્રો બંધ કર્યા છે. ભાજપે ખોટી અને નબળી માનસિકતા વાળી વાત ન કરવી જોઈએ. ભાજપ સરકારે ગુજરાતની જનતાને ગેરમાર્ગે ન દોરવા જોઈએ.

ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ વધુમાં જણાવ્યું હતું કે, લોકો દ્વારા ચૂંટાયેલા ભાજપના સાંસદ જે એક જવાબદાર પદવી પર છે તેમનું કહેવું છે કે લોકોને વીજળી મફત ના આપી શકાય. ત્યારે અમે એમને અમે પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે ધારાસભ્યો થી માંડીને દરેક મંત્રીઓ સુધી બધાને સરકાર દ્વારા જે મફત વીજળી આપવામાં આવે છે તે કેમનું પોસાય છે? તે કેમનું યોગ્ય છે? જો કે, મફત વીજળી જે આમ આદમી નો ફક્ત અધિકાર જ નહિ પણ જરૂરિયાત થઇ ગઈ છે તે વીજળી સૌથી મોંઘા ભાવે લોકોને આપો છો. મારી ભાજપ સરકાર થી વિનંતી છે કે, ગુજરાત ના લોકો ને મફત વીજળી આપશું તો સરકાર કેમની ચાલશે, આવી ખોટી અને નબળી માનસિકતા વાળી વાત મનસુખ વસાવા અને ભાજપના નેતાઓ એ ન કરવી જોઈએ. જો દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા મફત વીજળી આપી સરકાર ચાલી શકે તો ગુજરાત માં કેમ નહિ?

આપના તમામ નેતાઓ અને કાર્યકર્તાએ લોકો સાથે જનસંપર્ક કરીને સમજાવ્યું કે ભાજપ સરકાર કેવી રીતે તેમના મૂળભૂત અધિકારોનું હનન કરી રહી છે. ત્યારે ગુજરાતની જનતા ભાજપનો ભ્રષ્ટાચારી ચહેરો ઓળખી ગઈ છે. વીજળી પાછળ થઇ રહેલી કાળાબજારી વિશે તેમને જાણકારી આપી અને જાગૃકતા ફેલાવવાનું કાર્ય કર્યું છે.

[quads id=1]

Related Articles

Back to top button