સોમનાથ માં ભગવાન શિવજી ના દર્શન કરી હું મારી જાતને ભાગ્યશાળી માનું છું : અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી 25 જુલાઈ ના રોજ સાંજે 7:00 વાગ્યે પોરબંદર એરપોર્ટ પર તેમની 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા હતા. ત્યાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને નેશનલ જોઈંટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુ સહિત પાર્ટીના ઘણા નેતાઓ અને કાર્યકરોએ અરવિંદ કેજરીવાલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી, આ વખતે ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ ની મુલાકાત લેવા ગુજરાત આવ્યા છે. આ માટે તેઓ પોરબંદર એરપોર્ટ થી સીધા સોમનાથ જવા રવાના થયા હતા અને સોમનાથ પહોંચ્યા બાદ સોમનાથ ની હોટલ સરોવર પોર્ટિકો માં રાત્રી રોકાણ કર્યું હતું. જ્યાં અરવિંદ કેજરીવાલ જી એ વિવિધ સમાજ ના મહાનુભાવો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે મુલાકાત કરી અને વાતચીત કરી હતી.
બીજા દિવસે 26 મી જુલાઈએ સવારે અરવિંદ કેજરીવાલ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના દર્શન કરવા માટે નીકળ્યા હતા. સોમનાથ મંદિર પહોંચ્યા બાદ અરવિંદ કેજરીવાલે ભગવાન શિવના દર્શન કર્યા હતા. અરવિંદ કેજરીવાલ જી એ ભારતના લોકો ની સુખ-સમૃદ્ધિ અને ભારતમાં સુશાસનની સ્થાપના માટે મંદિરમાં પૂજા કરી અને ભગવાન શિવ ના આશીર્વાદ લીધા. આ પછી અરવિંદ કેજરીવાલે મંદિરના પૂજારી અને મહંતો સાથે મુલાકાત કરી તેમના આશીર્વાદ લીધા.
ભગવાન શિવજી ના દર્શન કર્યા બાદ મીડિયાને સંબોધતા અરવિંદ કેજરીવાલ જી એ કહ્યું કે, સોમનાથ મંદિરમાં ફરી ભગવાન શિવના દર્શન કરવાની તક મળી તે માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. આજે અમે બધાએ ભગવાન શિવજી ની પૂજા-અર્ચના કરી અને ગુજરાત અને દેશના તમામ નાગરિકોને સારું સ્વાસ્થ્ય મળે, સલામતી મળે, દેશ નો ઝડપી વિકાસ થાય અને દેશમાં સુખ-શાંતિ બની રહે તેવી પ્રાર્થના કરી.
અરવિંદ કેજરીવાલ જી આ પહેલા પણ સોમનાથ મંદિર આવી ચુક્યા છે અને શિવજીના દર્શન કરી ચુક્યા છે. આ પહેલા અરવિંદ કેજરીવાલ જી તેમના પરિવાર સાથે સોમનાથ મંદિરના દર્શન કરવા આવ્યા હતા.
અરવિંદ કેજરીવાલ જી ની સાથે આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, પ્રદેશ ઉપપ્રમુખ જગમાલભાઈ વાળા અને પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામે પણ શિવજી ની પૂજા કરી તેમના આશીર્વાદ લીધા હતા.
સોમનાથ મંદિરના દર્શન કર્યા બાદ અરવિંદ કેજરીવાલ જી રાજકોટ જવા રવાના થયા હતા. રાજકોટમાં અરવિંદ કેજરીવાલ જી નું ટ્રેડર્સ સાથે ટાઉન હોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આમ આદમી પાર્ટી ગુજરાત