કારના ચાહકો માટે ખુશ ખબર Hyundai આ વર્ષે માઇક્રો એસયુવીની Casper કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. મળતી માહિતી અનુસાર હ્યુન્ડાઇની આ માઇક્રો એસયુવીનું નામ Hyundai Casper હશે. આ નાની હ્યુન્ડાઇ કાર કોડનેમ એએક્સ 1 દ્વારા જાણીતી થઈ હતી.
હ્યુન્ડાઇની માઇક્રો એસયુવી સપ્ટેમ્બર 2021માં એટલે કે બે મહિના પછી કોરિયામાં મોટાપાયે ઉત્પાદનની શરૂઆત કરી રહી છે. વિશ્વ સાથે ભારતમાં પણ આ કાર માઇક્રો એસયુવીની આતુરતાથી રાહ જોવાઇ રહી છે.
કંપનીની પ્રથમ કાર કોરિયન બજારમાં લોન્ચ કરવાની તૈયારી છે. રિપોર્ટ અનુસાર Hyundai Casper પ્રથમ આ વર્ષના અંત સુધીમાં કોરિયામાં કાર વેચાણ માટે ઉપલબ્ધ થશે.
કંપનીએ આ માઇક્રો એસયુવીને કોરિયન બજાર માટે Casper નામથી નોંધણી કરાવી દીધી છે. પરંતુ હજી આ નામ સાથે આ કાર ભારત સહિત અન્ય દેશોમાં વેચવામાં આવશે તે અંગે કંપનીએ કોઈ માહિતી આપી નથી. ભારતમાં આ કાર વર્ષ 2022 માં લોન્ચ કરી શકે છે.આ કાર હ્યુન્ડાઇથી સૌથી નાની એસયુવી હશે. તે વેન્યુ કાર કરતા થોડીક સાઇઝમાં નાની છે.
કેસ્પર હ્યુન્ડાઇના કે 1 કોમ્પેક્ટ કાર પ્લેટફોર્મ પર છે, જે હાલમાં ગ્રાન્ડ આઇ 10 નિઓસ અને સેન્ટ્રો કારમાં જોવા મળશે. Casper ને 4 સિલિન્ડરની ક્ષમતાવાળા 1.2L નેચરલ એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે, જે 83hp નો પાવર અને 114Nm નો ટોર્ક જનરેટ કરતું હશે. આ સિવાય કંપની તેના નીચલા વેરિએન્ટમાં 1.1 લિટર પેટ્રોલ એન્જિન પણ આપશે, જેથી કારની કિંમત ઓછામાં ઓછી રહેશે. આ કારની કિમત આશરે 4 થી 5 લાખ રૂપિયા સુધીમાં અને તે એન્ટ્રી લેવલ માઇક્રો એસયુવી હશે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…