ક્રાઇમ

પતિ બન્યો હેવાન, અવૈધ સંબંધની શંકામાં પત્ની પર બેરહેમીથી કર્યો કાતર વડે હુમલો, જાણો પછી શું થયું

પતિ બન્યો હેવાન, અવૈધ સંબંધની શંકામાં પત્ની પર બેરહેમીથી કર્યો કાતર વડે હુમલો, જાણો પછી શું થયું

દેશની રાજધાની દિલ્હીમાંથી એક હૃદયદ્રાવક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ખરેખર પતિ-પત્નીનો સંબંધ વિશ્વાસ અને ભરોસા પર ટકેલો હોય છે, પરંતુ જ્યારે આ વિશ્વાસ તૂટે છે તો તેનું પરિણામ શું આવી શકે છે તે જાણીને તમને પણ હેરાન થઇ જશો. ખરેખરમાં, દિલ્હીના ગોવિંદપુરી વિસ્તારમાં એક વ્યક્તિએ તેની પત્નીની ચાકુ મારીને હત્યા કરી દીધી હતી. જો કે આ કેસમાં ખાસ વાત એ છે કે આ ઘટનાને અંજામ આપ્યા બાદ તેનો પતિ આરોપી તેની જાતે જ પોલીસની સામે આત્મસમર્પણ કરી દીધું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી તેની પત્ની પર શંકા કરતો હતો અને તેના કારણે તે દરરોજ તેની પત્ની સાથે મારપીટ કરતો હતો. પરંતુ એક દિવસ પતિએ તમામ હદ વટાવી દીધી અને પત્ની પર કાતર વડે અનેકવાર હુમલો કરી દીધો.

કૂકર વડે કચડી દીધું માથું

આરોપીનું નામ આસિફ ખાન હોવાનું જણવવામાં આવી રહ્યું છે. તેને પોલીસની સામે આત્મસમર્પણ કરીને તેનો ગુનો કબૂલી લીધો છે. આસિફે જણાવ્યું કે તેને તેની પત્ની શાહીન ખાન પર શંકા હતી, તેથી ગુરુવારે સવારે તેણે પત્નીનું માથું કુકર વડે કચડી નાખ્યું હતું. આસિફે કહ્યું કે તેને આ પહેલા તેની પત્ની પર કાતર વડે ઘણી વાર હુમલો કર્યો હતો. પરંતુ આટલી બધી વાર માર માર્યા પછી પણ તેનો ગુસ્સો શાંત ન થયો તો તેને છરીના ઘા મારીને તેની હત્યા કરી દીધી હતી.

તપાસમાં જોડાઈ પોલીસ

આ ઘટનાને અંજામ આપ્યા બાદ તેના પતિ આસિફને તેની ભૂલનો અહેસાસ થયો હતો અને તે તેની જાતે જ પોલીસની સામે સરેન્ડર કરવા પહોંચી ગયો હતો. જયારે, પોલીસે આસિફનું નિવેદન નોંધી લીધું છે અને આ મામલે તપાસ પણ શરૂ કરી દીધી છે.

જણાવી દઈએ કે દિલ્હીમાં સતત ગુનાહિત ઘટનાઓ વધી રહી છે. અન્ય એક કિસ્સામાં થોડા સમય પહેલા જ જેલમાંથી બહાર આવેલ બવાનાના ચિરાગની બુધવારે બપોરે બાઇક પર સવાર બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે આ કેસમાં બે આરોપીઓની અટકાયત કરી લીધી છે.

[quads id=1]

Related Articles

Back to top button