દિવાળીનો તહેવાર આવતા જ મીણબત્તીઓની માંગમાં વધારો થાય છે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે, જો તમે નાની રોજગાર શરૂ કરવા માંગો છો, જેમાં મૂડી ઓછી લાગતી હોય, તો તમે મીણબત્તીઓ બનાવવાનો ધંધો કરી શકો છો. મીણબત્તી બનાવવા માટે વધારે જગ્યાની જરૂર પડતી નથી, તમે તમારા ઘરના એક નાના રૂમમાંથી મીણબત્તી બનાવવાનું કામ શરૂ કરી શકો છો.
ખરેખર, જન્મદિવસની પાર્ટી અને દિવાળીના પ્રસંગે ઘરને ઉજાસ કરવા માટે રંગબેરંગી મીણબત્તીઓનો ઉપયોગ છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી વધી રહ્યો છે. તમે રંગબેરંગી મીણબત્તીઓ બનાવીને ઘણા સારા પૈસા કમાઈ શકો છો. મીણબત્તીઓની માંગમાં વધારો થતા તમે તમારા વ્યવસાયમાં વધારો કરી શકો છો. આ સાથે તમ ઘણા લોકોને રોજગાર પણ આપી શકો છો.
તમે તમારા ઘરના કોઈપણ એક રૂમમાંથી મીણબત્તી બનાવવાનું કામ શરૂ કરી શકો છો. તમે આ વ્યવસાયને 10,000 થી 15,000 રૂપિયાના રોકાણથી કરી શકો છો. આ માટે કોઈ મોંઘુ મશીન પણ ખરીદવાની જરૂર પડતી નથી, અને આ મીણબત્તી બનાવવા માટે જરૂરી સામગ્રી પણ બજારમાં સરળતાથી દરેક જગ્યાએ મળી આવે છે.
મીણબત્તીઓ બનાવવા માટે શરૂઆતમાં તમે ઘાટનો ઉપયોગ કરી શકો છો. જેમાં તમે મીણ નાખીને મીણબત્તી બનાવી શકો છો. બજારમાં ખૂબ જ ઓછા ભાવમાં અલગ-અલગ ડિઝાઈનના ઘાટ ઉપલબ્ધ છે. જેની મદદથી તમે વિવિધ પ્રકારની મીણબત્તીઓ બનાવી શકો છો.
મીણબત્તીઓ (Candle) બનાવવા માટે મીણ, દોરો, રંગ અને ઈથરના તેલનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત તમે સુગંધિત મીણબત્તીઓ બનાવવા માટે તમે સેન્ટનો ઉપયોગ પણ કરી શકો છો. તમે આ બધી વસ્તુઓ તમે તમારા સ્થાનિક બજારમાં અથવા ઓનલાઈન પણ ખરીદી શકો છો.
ઘરેથી બિઝનેસ (વ્યવસાય) શરૂ કર્યા પછી જ્યારે મીણબત્તીઓની માંગ વધવા લાગે છે, ત્યારે તમે સ્વચાલિત (ઑટોમેટિક) મશીન લઈ શકો છો. જેનાથીં ઓછા સમયમાં ઘણી બધી મીણબત્તીઓ તૈયાર કરી શકો છો. આ મશીનની કિંમત ઓછામાં ઓછી 35,000 રૂપિયા જેટલી થાય છે. જો કે આ માટે બજારમાં ત્રણ પ્રકારના મશીનો ઉપલબ્ધ છે. જેમાં મેન્યુઅલ મશીન, સેમી ઓટોમેટિક મશીન અને ફુલ ઓટોમેટિક મશીન.
તમે મીણબત્તીના વ્યવસાય માટે ‘મુદ્રા લોન’ લઈ શકો છો. ભારત સરકાર તરફથી લોકોને વેપાર કરવા માટે ‘મુદ્રા લોન’ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. શરૂઆતમાં, તમે ‘શિશુ લોન’ લઈને વ્યવસાય શરૂ કરી શકો છો, જેના હેઠળ 50 હજાર રૂપિયાની લોન મળે છે.
તમે મેન્યુઅલ મશીનથી કલાક દીઠ 1800 મીણબત્તીઓ બનાવી શકો છો. તેને ચલાવવું સરળ હોય છે. જ્યારે ફુલ ઓટોમેટિક મશીનથી પ્રતિ મિનિટમાં ઓછામાં ઓછી 200 મીણબત્તીઓ બનાવી શકાય છે.
તમે શરૂઆતમાં દુકાનો-દુકાનોમાં જઈને ઓર્ડર લઈ શકો છો, કારણ કે દિવાળીના પ્રસંગે દરેક દુકાનમાં મીણબત્તીઓ ઘણી વેચાય છે. આ ઉપરાંત તમે તેને ઓનલાઈન પણ વેચી શકો છો. આ માટે તમે ઈ-કોમર્સ વેબસાઈટનો સંપર્ક કરી શકો છો. આ ઉપરાંત, તમે જથ્થાબંધ વેપારીઓને પણ મીણબત્તીઓ સપ્લાય કરી શકો છો.
તમે શરૂઆતમાં આ બિઝનેસથી 20 હજાર રૂપિયા દર મહિને સરળતાથી કમાઈ શકો છો. જ્યારે તમે ઓટોમેટિક મશીન લગાવી લો છો, તો પછી આવકમાં ઘણો વધારો થઇ જશે. તમે તમારા આ બિઝનેસને વિસ્તૃત કરીને લાખોની કમાણી કરી શકો છો. જોકે શરૂઆતમાં તમારે મીણબત્તી બનાવવાની ટ્રેનિંગ થોડા દિવસો માટે લેવી પડશે. તમે ઓનલાઈન પણ આ વિશે માહિતી એકત્રિત કરી શકો છો.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…